________________
બક] Nyāya-Kusumānjali
સ્પષ્ટીક કઈ તર્કવાદી એમ કહે કે- આત્માને કેવળ શરીરવ્યાપી માનવામાં આવે તો દોષ એ આવે છે કે બાળશરીર, તરૂણ શરીર, વૃદ્ધ શરીર એ પ્રકારે શરીરના ભેદે છે, તેમ આત્માના પણ ભેદો પડશે, અર્થાત બાળ અવસ્થામાં બાળશરીર-પરિમાણવાળો અને યુવક અવસ્થામાં યુવકશરીર પરિમાણવાળો આત્મા થતાં આત્માનું એકત્વ ક્યાં રહેશે? તે આના સમાધાનમાં એમ સમજવું જોઈએ કે પરિમાણને ભેદ થવાથી વસ્તુવ્યકિતમાં ફરક પડતો નથી. બાળ અવસ્થામાં જે આત્મા બાળશરીર પરિમાણવા હોય છે, તે જ આત્મા યુવક દશામાં બાળશરીરપરિમાણવાળો મટીન યુવકશરે રપરિમાણુવાળો થાય છે. આત્માના પ્રદેશોના સંકોચ-વિતરને લીધે આત્મ પરિમાણમાં ભેદ થવા છતાં આત્મવ્યકિતના એકતમાં કંઇ વાધ આવતું નથી. અમુક વસ્તુવ્યક્તિમાં રૂપમાં ફેરફાર થવા છતાં પણ જેમ તેનું વ્યકિતત્વ નષ્ટ થતું નથી, તેમ પરિમાણનો ભેદ થવા છતાં પણ આત્માનું વ્યકિતત્વ નષ્ટ થઈ શકે નહિ જેમ સ૫ ફણાને વિસ્તાર છે, ત્યારે તે સપનું પરિમાણ મોટું થાય છે, અને જ્યારે તે પિતાની ફણને સંકેલી લે છે ત્યારે તેનું પરિમાણ સંકોચાઈ જાય છે, છતાં પણ તે સર્ષ–વ્યકિત તે તેની તેજ રહે છે, તેમ આત્માના પ્રદેશોનો સંકેચવિસ્તાર થવા છતાં પણ આત્મકિત તેની તેજ રહે છે.
મૂળ વસ્તુનું એકત્ર અને વિશિષ્ટ ભેદ એ બન્નેને સાથે રહેવામાં વધે હોતો જ નથી. અમુક ચોપડી થોડા વખત પછી મેલી થઈ જવા છતાં પણ તે પછી તેને તેજ છે-તે પડી બીજી થઈ નથી; એટલે તે ચોપડીનું એક-એક યકિતવે બરાબર કાયમ છે; પરંતુ તે ચોપડીને માટે એમ તે જરૂર કહેવાશે કે “આ નવી ચોપડી નથી” અથવા
આ સુંદર પડી નથી.” આવી રીતે તે ચોપડીમાં નવીનતા કે સંદરતારૂપ વિશેષણને લઈને નવીન યા સુંદર ચોપડીથી ભિન્નતા જરૂર રહે છે.
આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે દરેક વસ્તુ બે અપેક્ષાએ જઈ શકાય છે-દ્રવ્યથી અને પર્યાયથી. આમાં દ્રવ્યથી અને એજ રહે છે પણ પયયથી બદલાય છે, અર્થાત્ આ ફૂટસ્થ (સર્વથા અપરિણામી) નથી,
80.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org