________________
સ્તક] Nyāya-Kusumānjali, કરતી નથી ? અને શું ગુણ ક્રિયાવાન હેઈ શકે કે ? વળી એન્દ્રિય,
જ્યાં શબ્દ ઉત્પન્ન થાય છે તે સ્થળે જતી નથી, તેમજ આ ઈન્દ્રિય અપાધ્યકારી ( વિષય સાથે સંયુક્ત થયા વગર વિષયને ગ્રહણ કરનારી) પણ નથી. તેથી ગંધયુક્ત દ્રવ્યની માફક શબ્દ, ક્રિયાને લીધે “કબ * સિદ્ધ થાય છે. -૩૪
સ્પષ્ટ શબ્દ ક્રિયાવાનું છે એ દરેકને જાણીતી વાત છે. હવે જે જે ક્રિયાવાન છે તે તે દ્રવ્ય છે, આ ન્યાયથી શબ્દ દ્રવ્ય રૂપે સિદ્ધ થાય છે; અને જો શબ્દ ગુણ હોય છે તે ક્રિયાવાન બની શકે નહિ. શબ્દશ્રવણ વખતે કન્દ્રિય શબદની પાસે જાય છે, અથવા તે શબ્દ કણેન્દ્રિયની પાસે આવે છે, એ તપાસવાનું છે. એ અનુભવસિદ્ધ વાત છે કે કોઈ પણ ઇન્દ્રિય શરીરમાંથી બહાર નીકળી વિષયને ગ્રહણ કરતી નથી. આથી એ સાબિત થયું કે કણેન્દ્રિય શબ્દ પાસે જતી નથી. હવે વિચારવાનું એ રહ્યું કે કન્દ્રિય અપ્રાપ્ય કારી છે કે પ્રાવકારી ? અર્થાત કણેન્દ્રિય વિષયને દૂરથી ગ્રહણ કરે છે કેમ ?
જે ઇન્દ્રિય, વિષયની સાથે સંયુક્ત થઈને વિષયને ગ્રહણ કરે છે, તે “પ્રાકારી અને જે વિષયથી વેગળી રહીને વિષયને ગ્રહણ કરે છે તે “ અપ્રાપ્યકારી ' કહેવાય છે. દુરથી શબ્દ કર્ણ પાસે આવીને શ્રુતિગોચર થાય છે, એ અનુભવ ઉપરથી કણેન્દ્રિય પ્રાપ્યકારી સિદ્ધ થાય છે. વળી શબ્દને આકાશને ગુણ માનનાર તૈયાયિક વિગેરે પણ કણેન્દ્રિયને પ્રાપ્યકારી જ માને છે. આથી શબ્દનું કર્ણ પાસે આવવું સિદ થાય છે. જેમ, ગંધના સૂમ પુદગલ ક્રિયાવાન હેવાથી નાસિકા પાસે આવે છે, તેમ શબ્દ ક્રિયાવાન હોવાથી શ્રોત્ર પાસે આવે છે. આથી ગધવાળાં સૂક્ષ્મ દ્રવ્યોની જેમ શબ્દ પણ દ્રવ્ય સિદ્ધ થાય છે.
-નિત્યનિરત – सर्वप्राणिविनिश्चितेऽपि जनने बाधेन शून्येऽप्यहो !
शन्दं नित्यमुपयुषां प्रतिपदं किं वर्णयामोऽधुना !। व्यङ्गयत्वेऽथ च निर्मिते प्रयतने तत्तद्धनिव्यक्तये
शब्दास्तत्स्थलसम्भवाः पर इह व्यक्तिं कथं नाप्नुयुः ? ॥३५॥
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org