________________
સ્તબક, ] Nyäya-Kusumānjali. a lamp ? The Jainas admit that the soul is Savayava from a particular point of view and for this very l'eason they have accepted the modifications (Karyatva) of soul by discarding its immutability ( Kutasthata ). (28)
Notes:--The Jainas consider that the soul has innumerable Prades'as. Sometimes the word Avayava is used in the sense of Prades'a. For the explanation of the word Prades'a, the reader is referred to notes on the 33rd verse of the third part.
“જે આત્મા સાવયવ ઇષ્ટ હોય તે તેને શરીર પરિમિત કેમ માનતા નથી ? શું દીપની જેમ આત્માને સંકેચ અને વિકાસ થઈ ન શકે ? જન દર્શનકારે તે આત્માની કથંચિત અવયવિતા સ્વીકારે છે, તેથીજ કરીને કૂટસ્થતાનું ( સર્વથા અપરિણામિત્વનું ) ખંડન કરીને તેઓએ આત્માનું કાર્યત્વ ( પરિણામિત્વ) સ્વીકાર્યું છે. ”-૨૮
સ્પષ્ટીજયારે આત્માને માંકડના શરીરમાં એક દેશથી પ્રવેશ કરનાર માનીને તેને સાવયવ માનવામાં તમને દેષ દેખાતો નથી, તે તેને શરીર પરિમિત માનવામાં તમને શું વાંધે છે, એમ તર્કવાદીને પૂછતાં, તે એમ જવાબ આપે કે આત્માને શરીરવ્યાપી માનવાથી તેને સંકેચ અને વિસ્તાર માનવો પડે છે અને તે અણઘટતી વાત છે, તો તેનો તે જવાબ દીપકના દૃષ્ટાંતથી દોષિત ઠરે છે; કારણ કે જેમ દીપક સંકોચાઈ જાય છે અને વિસ્તાર પામે છે, તેમ આત્માને સારૂ. પણ સમજી લેવું. અર્થાત જેટલી જગ્યામાં દીવો મૂકો હોય છે, તેટલી જગ્યામાં દિવાના કિરણો પ્રસરે છે. હાની જગ્યામાં મૂકેલ જે દીવો હાની જગ્યાને પ્રકાશથી ભરી દે છે, તેજ દીવો મહટી જગ્યામાં મૂકતાં મોટી જગ્યાને પણ પિતાનાં કિરણો સર્વત્ર ફેલાવી, પ્રકાશથી ભરી દે છે. આ પ્રમાણે આત્મા કીડી અથવા એથીએ નહાના શરીરમાં આવ્યો હોય તે તેટલા સ્થાનમાં સમાઈ જાય છે અને હાથીના અથવા એથી મહેટા શરીરમાં આવ્યો હોય, તે તેટલા સ્થાનમાં તે વિસ્તૃત થઈને રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org