________________
ન્યાયકુસુમાંજલિ.
[ પ્રથમજણાવતાં ભગવાને કહ્યું કે–તેઓ પરતંત્ર તેમજ કર્મબદ્ધ છે. આથી તેઓ પ્રત્યક્ષ ન દેખાય તેથી તેનો અભાવ માનવો યુક્ત નથી; કારણ કે કેવલજ્ઞાનીઓને તો તેઓ પ્રત્યક્ષ દેખાય છે. કોઈ પણ કેવલજ્ઞાની નથી, એમ ન કહેવું; કેમકે મારા દષ્ટાંતથી આ માન્યતા દૂષિત થાય છે; અને “હું સર્વજ્ઞ છું' એની સાબિતી એજ કે તારા મનોગત સંદેહને મેં જાણી લીધો. તેમજ હજી કંઈ પણ પૂછીને તું ખાતરી કરી શકે છે.
નાર હૈ ષ ગાયત્તે યઃ રદ્રાજમશ્નતિ ” આ વેદવાકય પરથી પણ નારક હોવાનું સિદ્ધ થાય છે; કેમકે આને અર્થ એ છે કે જે શકનું અન્ન ખાય છે તે નારક થાય છે. આ પ્રમાણે સમજાવી પ્રભુએ એમને નિ:સંદેહ ક્યાં. તેઓએ પિતાના ત્રણ શિષ્યો સહિત દીક્ષા લીધી. અચલબ્રાતા
અલભ્રાતાને પુણ્ય-પાપ વિષે શંકા હતી. તેનું નિવારણ કર્મસિદ્ધિદ્વારા પ્રભુએ કરી બતાવ્યું. તેમજ “પુરુષ હું નિ સર્વ” એ પૂર્વોક્ત વેદકૃતિનો વાસ્તવિક અર્થ સમજાવી તેમને સંશયરહિત કર્યા. તેમણે પિતાના ત્રણ છાત્રો સહિત દીક્ષા લીધી. મેતાર્ય.
મેતાર્યને પરભવ વિષે શંકા હતી. વિજ્ઞાનધન....એ શ્રુતિથી તેઓ એમ માનતા હતા કે આત્મા પંચમહાભૂતના સમૂહ રૂપ હોવાથી અને ભૂતના અભાવમાં આત્માનો પણ અભાવ હોવાથી પરલોક ઘટી શકતું નથી. કિન્તુ આ વાત ન્યાયવિરૂદ્ધ છે; કેમકે આત્મા ભૂતોથી પૃથક છે. કારણ કે પૃથક પૃથક્ ભૂતમાં, તેમજ તે ભૂતોની સમુદાયઅવસ્થામાં આત્મા ઉદ્દભવતું નથી. વળી જાતિસ્મરણજ્ઞાનદ્વારા પણ પરલોક છે એમ સિદ્ધ થાય છે. આ પ્રકારે પ્રભુએ તેમની શંકાનું યથોચિત રીતે નિવારણ કર્યું, એટલે એમણે પિતાના ત્રણ શિષ્યો સહિત દીક્ષા ગ્રહણ કરી. પ્રભાસ.
પ્રભાસને નિવણસંબંધી (મેક્ષસંબંધી ) સંદેહ હતે. “ STમર્થ વા નોઝમ” આ વેદવાકયને અર્થ એઓ એમ કરતા
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org