________________
-
-
-
વક સ્વર્ગ અને નરક માત્ર કલ્પના નથી, પરંતુ નરી વાસ્તવિકતા છે. આપણે જે જોઈ શકતા નથી કે જે સમજી
શકતા નથી, તે ન હોય, તેમ ન માની શકાય. * જે વસ્તુ હોય તેને જ નિષેધ કરી શકાય. નરક નથી?
આવું તે જ બોલી શકાય-જે નરક હોય! વિજ્ઞાનની પરા-મનોવિજ્ઞાન શાખાએ પુનર્જન્મના સિદ્ધા
ન્તને પ્રગસિદ્ધ કરીને આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે. જ મજેથી પાપ કરવાં છે અને સુખ જોઈએ છે? કયારેય
ન મળી શકે. સુખ જોઈએ તે પાપને ત્યાગ કરે! જ જીવરાજ શેઠની બાહા ધર્મક્રિયાઓ જોઈ નારદજી જેવા દેવર્ષિ આકર્ષાઇ ગયા! જેને મેક્ષ જોઈ નથી તેને ભગવાન પણું મોક્ષમાં ન લઈ જઈ શકે!
પ્રવચન/૩
ચાકિની મહત્તારનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ધમતરવાનું દિલ બતાવતા ફરમાવે છે ?
धनदा धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । धर्म एषापर्गस्य पारम्पर्येण साधका ॥
આ ધર્મબિંદુ ગ્રંથની રચના આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કરી અને આચાર્યશ્રી સુનિચંદ્રસૂરિજી મહારાજે આ ગ્રંથ પર ટીકા લખી. આ બંને આચાર્ય જિનશાસનના, જિનદર્શનના પ્રકષ્ટ પ્રજ્ઞાવંત મહાન તિર્ધર આચાર્ય થઈ ગયા.