________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કેમ નથી કર્યો? ભગવતી રડી પડી. રડતાં રડતાં તેણે કહ્યું: “આજ આપે ભારવિને જે કહ્યું તે બરાબર નથી કર્યું.' ત્રિલોચને પત્નીને ઠપકે શાંતિથી સાભળી લીધે. અને એવી જ શાતિથી તેમણે કહ્યું:
દેવી! શું મારા હૈયે પુત્ર પ્રત્યે પ્રેમ નથી? તે પછી જ્યારે એ રાજસભામાં સાત દિવસ સુધી વાદવિવાદ કરતે રહ્યો ત્યાં સુધી મેં ઉપવાસ શું કામ કર્યા? તેને વિજય થાય એ માટે અનુષ્ઠાન શા માટે કર્યા? શું મને નહેતી ખબર કે દીકરે ભવિષ્યમાં નામ કમાશે? મારી એકેતેર પેઢી ઉજાળે તેવું સામર્થ્ય છે તેનામાં, પરંતુ એક દુર્ભાગ્ય છે. તેનામાં વિનય અને વિનમ્રતા. નથી. બધાં જ ગુણની આધારશિલા છે વિનય અને વિનમ્રતા પિતા ને પિતાના અભિમાની પુત્રની પ્રશંસા કરે તે તે પિતા નથી. એ પિતા પુત્રનું અહિત કરનાર શત્રુ જ છે. હું ભારવિમાં વિનય અને વિનમ્રતા જેવા ચાહું છું. એ આવશે ત્યારે જ તેને વિકાસ અને ઉન્નતિ થશે, અને જે તેનું આ અભિમાન નહિ જાય તે એક દિવસ એ કેઈન છાણ લેશે.” ભારવિનું જીવન પરિવર્તન
માતા-પિતા નીચે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ભારવિ ઘરની અગાસી પર બેસીને એક પાપાજના ઘડી રહ્યો હતે. પાષા
નું એક કુંડું ઉપાડીને પિતાના માથા પર પટકવાનું તે વિચારી રહ્યો હતે. કુંડુ ઉપાહીને તે નીચે આવી રહ્યો હતો ત્યાં તેણે પિતાની બધી વાત બરાબર ધ્યાનથી સાંભળી. પિતાના હૈયાનું વાત્સલ્ય તેને સ્પર્શી ગયું. તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા, તેણે ત્યાં જ પથ્થરનું કુડુ જમીન પર ફેંકી દીધું. ધડામજોરથી અવાજ થયે. ત્રિલેચન અને ભગવતી દાદર તરફ ધ્યા. ત્યાં તે ભારવિએ જ દેડતા જઈને પિતાને દંડવત પ્રણામ કર્યા. ક્ષમા માંગી પિતૃહત્યાની
જનાનું પ્રાયશ્ચિત માંગ્યું અને ભારવિના જીવન પરિવર્તનનું સુપ્રભાત ઉગ્યું.
માધ્યસ્થ ભાવનાઓ એટલે કે ઉપેક્ષા ભાવનાએ ત્રિલોચનની