Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 428
________________ ૪૨. મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બીજાઓની યોગ્યતા અનુસાર તેને માર્ગદર્શન આપતા રહે. બીજાઓને અહિતથી બચાવવાની પ્રેરણા આપતા રહે, પરંતુ જેને તમારી પ્રેરણા ન જોઈતી હોય, જેને તમારું માર્ગદર્શન ન જોઈતું હેય તેને તમે પ્રેરણું કે માર્ગદર્શન ન આપે. તમારી ઈચ્છાનુસાર તે ન ચાલે તે તમે અશાંત અને અવરથ ન બને. એક વાત પાકી સમજી લે કે દરેક જીવાત્માના પિતાના કર્મ છે. પિતાના સંસ્કાર છે, તે અનુસાર જ તે પિતાનું જીવન જીવશે. તમે તમારે મિથ્યાઆગ્રહ છે. મનમાંથી આગ્રહને કાઢી નાખે. ફેંકી દે તમારા આગ્રહને બહાર. બહારની દુનિયા સાથે જેટલો અનિવાર્ય–જરૂરી હોય તેટલે જ સંબંધ રાખો. આંતર જગત વિશાળ છે. એ આંતર-વિશ્વની યાત્રા કરે. એવું ન સમજતા કે આંખથી દેખાય છે તેટલું જ વિશ્વ છે! પાંચ ઇન્દ્રિયેથી અગોચર એક વિશાળને વિરાટ ભાવવિશ્વ પણ છે. આપણે પિતાને અનંત અને અનાદિ અતીત ઈતિહાસ છે. અનંત જન્મની આપણી અનંતાન ત કથાઓ છે. જ્યારે સમય મળે, જ્યારે પણ પરચિંતાથી અકળાઈ જાઓ ત્યારે આ ભાવસૃષ્ટિની યાત્રાએ નીકળી પડે. પ્રયત્ન કરતા રહે, એક દિવસ જરૂર તમને આ ભાવસૃષ્ટિની યાત્રામાં સફળતા મળશે. “અમે લેકે તે આવી યાત્રા ન કરી શકીએ, અમારી પાસે એવું જ્ઞાન નથી, એવી સૂઝ-સમજ નથી,' એવું લગીરેય વિચારતા નહિ. એવી રીતે નિરાશ ન બનશે. કાણુ સ્વજન? કાણુ પરજન? અશાંત અને બેચેન કરનારી વ્યર્થ ચિંતાઓથી મુક્ત થવાને દઢ સંકલ્પ કરે. અશાંતિ પિદા કરનારી પરેચિંતા મારે નથી કરવી. સ્વજને સાથે મારે શું લેવા દેવા ? આ લેકે તે માત્ર આ જન્મના સ્વજન છે. પૂર્વ જન્મમાં મેં કેટલાં સ્વજન કર્યા અને છેડયા ? આ સ્વજન પણ કેવાં? હું સ્વજન માનું છું, તેઓ મને શું વજન માને છે? નથી માનતા અને સ્વજન, તે હું શા માટે માનું?

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453