Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 451
________________ પ્રવચન-૨૪ આ ધર્મને પિતાના હૈયે વસાવે છે તે જીવાત્મા સરળતાથી આ ભીષણ ભવસાગરને તરી જાય છે. હે આત્મન ! તું પણ આ ધર્મનું શરણ લઈ લે. ૦ બેધિદુર્લભ-ભાવના , માનવજન્મ મળે, કર્મભૂમિમાં જન્મ મળે, આર્યદેશમાં જન્મ મળે, ઉચ્ચકુળ મળ્યું આરોગ્ય અને ઈન્દ્રિયની પૂર્ણતા પ્રાપ્ત થઈ. સદ્દધનું શ્રવણ મળ્યું, છતાં પણ સવજ્ઞ–વચન પર શ્રદ્ધા થવી દુર્લભ છે જે ભવ્યામાને અવિચળ શ્રદ્ધા થાય છે તે સાચે જ ધન્ય છે. આ બાર ભાવનાઓમાં અનિત્ય, અશરણ, એકવ, અન્યાવ, સંસાર અને અશુચિ ભાવનાઓનું વિશેષ મહત્વ છે. હૃદયને નિઃસંગ, નિર્લેપ અને નિસ્પૃહ બનાવનાર આ ભાવનાઓ છે. આવા હૈયે મૈત્રો, કરુણ પ્રમાદ અને મધ્ય ભાવનાની કુલચાદર પથરાય છે. આવી ભાવનાથી ભરપુર માણસનું જીવન ગુણની મહેકથી મઘમઘી ઉઠે છે. જીવનને ઉન્નત અને આબાદ બનાવવા માટે આ ભાવનાઓથી હૃદયને ભરી દે. આજ સુધી આપણે ધર્મનું સ્વરૂપદર્શન કર્યું. ધર્મ આવે હોય છે. એવા ધર્મથી જીવન ધન્ય બની શકે છે. એ ધર્મ આત્માને શુદ્ધ-વિશુદ્ધ કરે છે. આજે આપણે ભાવનાઓનું વિવેચન પૂર્ણ કરીએ છીએ હવે આગળ ધર્મના પ્રકારનું વિવરણ કરીશું. ધર્મ અનેક પ્રકારનાં છે. આપણાં જીવનમાં એ વિભિન્ન પ્રકારનાં ધર્મોને સ્થાન આપવાનું છે. અને આત્મશુદ્ધિના માર્ગે મકકમ કદમ ભરવાના છે. આજે આટલું જ.

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453