________________
પ્રવચન-૨૪
: ૪૪૧
૦ એકત્ર-ભાવના ૦ આ ભીષણ સંસારમાં જે જીવ એક જ જન્મે છે અને એક જ મરે છે, એક જ શુભ-અશુભ ગતિઓમાં ભટકે છે, એકલે જ સુખ-દુખને અનુભવ કરે છે, તે આત્મકલ્યાણની સાધના પણ તેણે એકલાએ જ કરવી જોઈએ. બીજા કેઈને સાથ મળે તે ધર્મ કરુ ..” આવી બેટી ભાવનામાં તણાશે નહિ. હું એકલે છું એવી હતાશા હૈ ન રાખશે ! એકત્વની ભાવનાને પરપુષ્ટ કરો.
૦ અન્યત્વ-ભાવના ૦ “હું સ્વજનથી ભિન્ન છું, પરિજનેથી ભિન્ન છું, વૈભવથી ભિન્ન છું, શરીરથી પણ ભિન્ન છું...” આ વિચાર ફરી ફરીને કરતા રહે. આ ભાવનાથી આત્માને બરાબર ભાવિત કરે. આ ભાવના હૈયે એકરસ થઈ જશે તે કોઈ જ શક-સંતાપ સતાવશે નહિ.
૦ અશુચિ ભાવના ૦ આ શરીર અશુચિથી- અપવિત્રતાથી ભરેલું છે. સારે પદાર્થ પણ આ શરીરના સંપર્કમાં આવતાં મલિન, ગંદે અને અપવિત્ર બની જાય છે. મળ-મૂર, પરસેવે વગેરેની ભરમારથી ગંદા શરીર શું પર મેહ કરે? એવા મલિન શરીર પર શું રાગ કરી શરીરના રૂપ-રંગ પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ પદાર્થ પર રાગ કરો, તેને મેહ રાખવો તે મૂર્ખતા છે. મૂઢતા છે.
૦ સંસાર-ભાવના ૦ સંસારના બધા જ સંબધે પરિવર્તનશીલ છે. સંસારને એક પણ સંબંધ શાશ્વ-સ્થાયી નથી. માતા મરીને બીજા ભવમાં બેન, પુત્રી કે પત્ની બની શકે છે. પુત્ર મરીને અન્ય ભાવમાં પિતા, પતિ, ભાઈ કે શત્રુ બની શકે છે. આ ભવને શત્રુ બીજા ભાવમાં પિતા મિત્ર કે પુત્ર બની શકે છે. સંસારના આવા પરિવર્તનશીલ સંબ માં શું રાચવુ ? આવા અસ્થિર સંસારી સંબંધમાં નથી ૬ રાગ કરવાનો, નથી જ કરવાને