________________
૪૨૬:
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આ વ્યાખ્યાને બરાબર સમજી લે, જેથી આમતેમ તમે ભટકી ન પડે. “ધર્મના વિષયમાં ખૂબ જ સમજી, વિચારીને નિર્ણય કર, કારણ કે ધમની સાથે આપણા અનંત ભવિષ્યને સંબંધ જોડાયેલ છે. ધમના વિષયમાં ગરબડ કરી તે ભવિષ્ય અંધકારમય થઈ જશે. ભટકી જશે દુતિમા. આત્મનિરીક્ષણ કરે?
જે પણ ધમનુષ્ઠાન કરવું હોય, પહેલાં વિચારી લે કે એ ધર્માનુષ્ઠાન કેણે બતાવ્યું છે, કોઈ રાગી-દેવીએ તે તે બતાવ્યું નથી ને? બતાવનાર વિશ્વસનીય તે છે ને? નિષ્પક્ષ, મધ્યસ્થ અને અને જિન છે ને? નિર્ણય થઈ જાય તે બતાવનારે જે પ્રકારે ધમનુષ્ઠાન કરવાનું કહ્યું હેય તે પ્રમાણે જ તે કરવું. વિધિને આદર કરો. સમયને ખ્યાલ કર. ભાવ અને ભાવનાનું લક્ષ્ય રાખવું. એટલું કરીને પણ પછી તમારા હૃદયને ઢઢળો કે તમારું હૃદય મૌત્રી, કરુણા, પ્રદ અને માધ્યભાવથી શુદ્ધ બન્યું છે કે નહિં? મતલબ કે તમારા વિચારમા સધન થયું છે કે નહિ? તમારા વિચાર મૈત્રીભાવનાથી
ભાવિત બન્યા છે? કરુણાથી તમારા વિચાર કેમળ બન્યા છે? પ્રદથી તમારા વિચાર ઉન્નત બન્યા છે? માધ્યસ્થથી તમારા વિચામાં સમત્વ આવ્યું છે?
આપણું ભવિષ્યનિર્માણમાં આપણા વિચાર મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એ ન ભૂલશે કે આપણાં ભવિષ્યનુ નિર્માણ ખૂદ આપણે જ કરીએ છીએ. આપણું ભવિષ્ય બીજું કંઈ જ ઘડતું નથી. કેઈ જ ઇશ્વર આપણાં ભાવિને ઘડતું નથી. આ જીવનમાં આપણે આપણી આત્મભૂમિમાં જેવા વિચાર-બીજ વાવીશું તેવું જ જીવનવૃક્ષ એ વિચાર બીજમાંથી વિકસિત થશે. બીજ લીમડાનું વાવ્યું હશે તે આંબે નહિ ઉગે, લીમડાનું જ વૃક્ષ ઉગશે. આંબાના વૃક્ષને ઉગાડવું હાય તે આંબાનું જ બીજ વાવવું પડશે. વિચાર-બીજની વાવણીમાં સાવધાન ન રહ્યાં, જાગ્રત ન રહ્યા તે ભવિષ્ય અંધકારમય, સુખ