________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જે આ ભાવનાઓને સુપેરે સમજીને તેનાથી હૃદયને ભાવિત કરી લે તે તમને અપૂર્વ અને અનુપમ શાંતિને અનુભવ થશે. તમારી દરેક ધર્મક્રિયા ઉલ્લાસમય બનશે. તમારી, ધર્મકરણી જોઈને બીજાઓને પણ તમારા પ્રત્યે અને તમારી ધમકિયા પ્રત્યે આદર અને બહુમાન જાગ્રત થશે.
. આજ આપણે ઉપેક્ષા ભાવનાનું વિવેચને પૂર્ણ કરીએ છીએ, કાલે ચારે ભાવનાઓને ઉપસંહાર કરવાને વિચાર છે. મૈત્રી, કરૂણ
મેદ અને માધ્યષ્ય ભાવનાના વિષયમાં અને ધર્મના સ્વરૂપના વિષયમાં કાલે ઉપસંહાર કરીશ. કારણ કે તે પછી ગ્રન્થકાર મહર્ષિએ માગનુસારી જીવનના ૩૫ ગુણનું વિવરણ-વિવેચન કર્યું છે. એ ગુણે અને આપણે વિવેચન કરવાનું છે. ગ્રન્થકાર અસાધારણ વિદ્વાન અને મહાન આત્મજ્ઞાની હતા. સૂત્રાત્મક ભાષામાં તેઓશ્રીએ આ “ધર્મબિન્દુ' ગ્રન્થની રચના કરી છે. સૂત્ર ઘણું મહત્વ ધરાવે છે. નાનકડા વાકયમાં અનેક ભાવ ભરેલા હોય છે. આપણે એ સૂત્ર પર ચિંતન કરીશું. જૈન, અજૈન બધા જ માટે એ પાંત્રીસ ગુણ જીવને પગી છે.
આજ બસ, આટલું જ,