________________
૪૨૨
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
આ પ્રત્યે પ્રેમ ન
પ્રિમી, સમાજ હિરી લાલે પાછી
આત્મા પ્રત્યે પ્રેમ જાગ્રત કરવાનું કાર્ય પહેલાં જરૂર કરતા. આત્મપ્રેમી માણસ જ સાચો કુટુંબપ્રેમી, સમાજપ્રેમી, રાષ્ટ્રપ્રેમી અને વિશ્વપ્રેમી બની શકે છે. આત્માને તર્ક અને બુદ્ધિથી ભલે પાછળથી સમજે પણ આત્મા સાથે પહેલા પ્રેમ તે કરી શકે. આત્માનું જે એકત્વ છે, તેની જે નિબંધ અવસ્થા છે તેની સાથે પ્રેમ કરે. આત્મપ્રેમી માણસ સ્વાથી નથી બની શકતે. જે આત્મજ્ઞાની નથી તે કયારેય સાચે પરોપકારી નથી બની શક્ત. એકત્વની સાથે માધ્યચ્ચને સંબંધ છે. એકત્વ વિના માચ્ય નહિ! આત્મજ્ઞાનની પ્રતિષ્ઠા ઘટી છે:
આજે તે પ્રજાનું ઘર દુર્ભાગ્ય ઉદયમાં આવ્યું છે. આત્મજ્ઞાનનું શિક્ષણ જ બંધ થઈ ગયું છે. એકપણ શાળા-કોલેજમાં નથી અપાતું. આત્મજ્ઞાન કરતાં વિજ્ઞાનને વધુ પ્રતિષ્ઠા મળી ગઈ છે. આત્મજ્ઞાનીથી વધુ પ્રતિષ્ઠા વિજ્ઞાનીને મળી છે. તેનું પરિણામ વિઘાતક આવ્યું છે. જે આત્મજ્ઞાની નથી અને વૈજ્ઞાનિક બની ગયા છે તેઓ સંસારના તારણહાર નહિ પણ સંસારના સંહારક જ બનશે. આત્મજ્ઞાની જ સંસારના સર્વ પ્રત્યે પ્રેમ કરી શકે છે. કરૂણું વહાવી શકે છે. વિજ્ઞાનીની દષ્ટિ પ્રેમની નથી હતી. તેની દષ્ટિમાં તે પદાર્થ અને પદાર્થનું પૃથક્કરણ જ હોય છે. આ પદાર્થમાં આટલાં રસાયણ છે તેની આટલી અસર છે...તેમાં આટલી શકિત છે વગેરે બસ, તેનું વિશ્લેષણ કરી દેશે !
જ્યારે આત્મજ્ઞાની સર્વ માં પિતાના સમાન આમતવનું દર્શન કરીને, સર્વ જી પ્રત્યે પ્રેમ અને મૈત્રી ભાવ રાખી શકે છે. વૈજ્ઞાનિક કે ભાવ રાખશે? આથી જ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને પાયે છે આત્મજ્ઞાન. આથી જ આ દેશમાં બાળકોને ઘેડિયામાં જ આત્મજ્ઞાનના હાલરડા સંભળાવાતા હતાં. વ્યાવહારિક શિક્ષણની સાથેસાથે આત્માનું પણ શિક્ષણ અપાતું. આજકાલ તમે લેકે શું તમારા બાળકને આત્મજ્ઞાન આપે છે ?