________________
પ્રવચન-૧૪
: એ ત્રી ભાવના તમારે મૈત્રી કે દુશમની આ બેમાંથી એકની પસંદગી કરવાની છે. તમને જે મૈત્રી પસંદ હોય તે મૈત્રીને અપનાવી લો. અને જે શત્રુતા હાલી હોય તે તેને અપનાવી લે. સંસારમાં એવી ય વસતિ છે કે જેમને શત્રુતા કરવામાં, શત્રુતા ટકાવી રાખવામાં અને શત્રુતા વધારવામાં મઝા આવે છે! મઝા તે પશુએની કલ કરનાર કસાઈઓને પણ આવે છે, શરાબ પીનારાઓને પણ શરાબ પીવામાં મઝા આવે છે. મજા આવે છે એટલા માટે બધું નથી કરી શકાતું. અજ્ઞાનીને જે જે કામમાં મજા આવે છે તે તે કામમાં જ્ઞાનીને જરાય મજા નથી આવતી. રાગીને જેમાં મજા પડે છે તેમાં વિરાગીને નથી પડતી. તમારું જે ત્રીજું નેત્ર-ત્રીજી આખ-જ્ઞાનદષ્ટિ ખૂલ્લી ગઈ હોય તે તમને શત્રુતા જરા માત્ર નહિ ગમે. તે તમે મૈત્રીને જ પસંદ કરશે.
અજ્ઞાની વિચારે છે : “આણે મને દુઃખ આપ્યું. મારું સુખ તેણે છીનવી લીધું. મને દુઃખી દુખી કરી નાંખે. મને એ સુખ નથી આપતે. આથી એને તે હું મારા શત્રુ-દુશ્મન જ માનીશ. તેના પ્રત્યે વળી મૈત્રી કેવી? તે મને દુશ્મન માનતે હોય તે હું તેને મારો મિત્ર કેવી રીતે માનું ? મારે પણ આ સંસારમાં જીવવું છે. સંસાર-વ્યવહારમાં તત્ત્વજ્ઞાની બનવાથી નથી ચાલતું. હું કઈ સાધુ-સત નથી તે શત્રને પણ મિત્ર માનું આવું વિચારનારાઓ પાસે મૈત્રીની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આવા મૂઢ માણસે જે કઈ સાથે મૈત્રી કરતા દેખાય તે સ્વાર્થ પરવશ ! સવ છે પ્રત્યે આવા લેકે ચૈત્રી નથી બાંધી શકતા. “તમામ જીવો મારા મિત્ર છે. આ ઉદાત ભાવના તેમના જીવનમાં નથી હોતી. મિત્રી ત્રણ પ્રકારનું ચિંતન :
૧. જ્ઞાની માણસ આમ વિચારે છે? હું આત્મન ! તુ સર્વ પ્રત્યે મૈત્રી રાખ, આ જગતમાં તારે કઈ જ શત્રુ નથી. બધા જ તારા મિત્ર છે. આ જીવનને તે વિચાર કર! કેટલી છે આ જિંદગી? પચાસ-સે વરસની જિંદગીમાં ત કેટ-કેટલાની સાથે શત્રુતા આપીશ ?