________________
જય જે માણસ જેવો બનવાને હશે તે બનશે જ, જે
થવાનું છે તે થઈને જ રહેશે. તમે તેમાં જરાય ફેર
બદલ નહીં કરી શકે ન આજ સુધી આત્માના વિકારી સ્વરૂપનું મનન કર્યું
છે, એ મનન છોડવાનું છે. જે આત્મધ્યાન આજ સુધી
નથી કર્યું, તે જ હવે પાસ કરવાનું છે- પુણ્યકર્મના ઉદયથી મળતાં તમામે તમામ પગલિક
સુખ અસાર અને ક્ષણિક છે, આમને સ્વાધીન ગુણરૂપ
સુખ સારભૂત અને શાશ્વત છે. * સંસારની કઈપણુ મને અમનેઝ વસ્તુ જીવમાં રાગ કે દ્વેષ ઉપન કરવાની ક્ષમતા ધરાવતી નથી. જીવમાં મોહવિકારથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે.
પ્રવચન ર૩
પરમ કરૂણાવંત જ્ઞાનયોગી આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ધર્મબિન્દુ ગ્રન્થમાં ધર્મનું સ્વરૂપ-દર્શન કરાવી રહ્યા છે. ધર્મનું ભાવાત્મક સ્વરૂપ સમજાવતાં તેઓશ્રી મૈત્રી, પ્રદ, કરણ અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓની અનિવાર્યતા જણાવે છે. મતલબ કે જેને પણ ધર્મની આરાધના કરવી હોય તેનું હૃદય આ ભાવનાઓથી ભાવિત હોવું જોઈએ. મૈત્રી, મેદ અને કરૂણા આ ત્રણ ભાવનાઓ પછી આપણે માધ્યસ્થ ભાવના પર ચિંતન કરી રહ્યા છીએ.
માણસના જીવનમાં આ માધ્યભાવના અથવા ઉપેક્ષાભાવના ખૂબ જ ઉપયોગી છે. જ્યારે સ્વજન-પરિજન આદિ તરફથી પ્રતિ, કૂળ, અણગમતું આચરણ થતું હોય, તેમના કેઈ વર્તન અને