________________
૨૯૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તેને હલાવી શકે છે. હું જઈને મહાવીરની સમતા અને ધીરતાને હલાવી–ડગમગાવી દઈશ. તેમના મનોબળને તેડી નાંખીશ.” ગુણષી જીવો આગળ પ્રશંસા ન કરે ?
ઘણું લેકે એવા હોય છે કે જેઓ બીજાની પ્રશંસા સાંભળી શકતા નથી. ગુણાનુરાગી માણસે જ બીજાની પ્રશંસા સાંભળી પ્રસન્ન થાય છે. વષી, ગુણદેવી માણસે તે બીજાની પ્રશંસા સાંભળી નરાજ જ થાય છે, એટલું જ નહિ તેઓ ગુણીજનને અને પુણ્યશાળીને પાડવાને જ પ્રયત્ન કરે છે. આથી કેઈના ગુણની પ્રશંસા કરતાં એક કાળજી રાખવી કે જીવણી અને ગુણષી છ સામે કેયનીય પ્રશંસા ન કરવી! એવા લોકે તે પરનિંદા સાંભળીને જ રાજી થતા હોય છે.
પરંતુ ગુણાનુરાગી-ગુણગ્રાહીના મુખમાંથી ગુણીજનની પ્રશંસા સહસા થઈ જ જાય છે ! ભાવલાસ અને ભાવાતિરેકમાં તેને એ
ખ્યાલ પણ નથી રહેતો કે સામે કેણ છે. એમ તે ઈન્દ્ર પિતાના અવધિજ્ઞાનથી દેવના મનના વિચાર જાણી શકતા હતા પરંતુ તેમણે
અવધિજ્ઞાન ને ઉપયોગ કર્યો નહિ. આથી પેલા દેવના મનના વિચારની તેમને ખબર પડી નહિ એ દેવનું નામ સંગમ હતુ. સંગમ દેવે મહાવીરની સમતા અને ધીરતાની કસોટી કરવાને નિર્ણય કર્યો.
સંગમ ભગવાન મહાવીરને માત્ર એક માણસના રૂપમાં જ જેતે હતો. ભગવાન મહાવીરની માત્ર દેહાકૃતિ જ તેની નજરમાં હતી. “માનવદેહમાં દેવથી પણ અતુલ બળવાન આત્મા હોય છે.” એ જ્ઞાન તેને ન હતું. હેય પણ ક્યાંથી? પિતે સ્વયં દેવ છે અને દેવ માણસથી વધુ બળવાન છે–આ માન્યતા તેના મનમાં દઢ થઈ ગઈ હતી. તેને એ ખબર ન હતી કે શારીરિક બળ કરતાં મને બળનું વિશેષ મહત્તવ છે. મને ખળ કરતાં આત્મબળનું ખૂબ મહત્વ છે.