________________
૩૭૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જ જેતે રહેવાનો અને અદેખાઈની આગમાં સતત બળતો રહેવાને. ફ્લેશ, સંતાપ અને અશાંતિથી તે સતત બેચેન રહેવાને. મેં ઘણાનાં એવાં જીવન જોયાં છે, તેઓ અર્થહીન ઘેર અશાંતિના શિકાર બની ગયા છે. ઈર્ષા ઘેર પાપ કરાવે છે ?
હનુમાનજીની માતા અંજનાદેવીના પૂર્વભવની વાત તમને ખબર છે? પૂર્વજન્મમાં તે કનકેરી નામની રાજરાણી હતી. રાજાની બીજી પણ એક રાણી હતી, તેનું નામ લક્ષ્મીવતી હતું. રાણી લક્ષ્મીવતી પરમાત્મભક્ત હતી. તેણે પિતાના મહેલમાં એક નાનું પણ ઘણું જ નયનરમ્ય કામક જિનમંદિર બનાવ્યું હતું. નગરની અનેક મહિલાઓ સાથે જ એ મંદિરમાં પૂજાપાઠ કરતી અને ભક્તિગીત ગાતી. મંદિરના કારણે તેના મહેલમાં અનેક સ્ત્રીઓ જતી. મેડી રાત સુધી લક્ષમીવતીના મહેલમાં પરમાત્મભક્તિ ચાલતી રહેતી. નગરમાં લક્ષમીવતીની કીતિ ફેલાતી જતી હતી. લક્ષમીવતીની કીર્તિ, તેનું સુખ, તેને આનંદ કનકેરી માટે અપા બની ગયે. તેણે લક્ષમાવતીના આ સુખ અને આનંદ છીનવી લેવાનો કુવિચાર કર્યો. એક અધમ વિચાર તેણે પિતાની વિશ્વાસુ દાસીને કહ્યો. દાસી પણ એ વિચારમાં સહમત બની.
કનદેદરી અને દાસીની યોજના એવી હતી કે લક્ષમીવતીના મંદિરમાંથી જિનેશ્વરદેવની મૂર્તિ ઉપાડીને એવી જગાએ ફેંકી દેવી કે જ્યાં તેના પર કેઈની ય નજર ન જાય! કનકેદરીના મનમાં એ ખ્યાલ હતો કે એ મૂર્તિના કારણે જ લક્ષ્મીવતીના મહેલમાં અનેક મહિલાઓની આવનજાવન છે. મંદિર પણ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તેમાં ભગવાનની મૂર્તિ છે! આથી મૂતિને જ ગુમ કરી દેવી. જેથી ન રહે વાંસ ન વાગે વાંસળી! લેકનું આવાગમન તેથી આપોઆપ જ બંધ થઈ જશે !!!
લક્ષમીવતીના મહેલમાં આટલી બધી ભીડ અને મારા મહેલમાં