________________
પ્રવંચન ૨૨
: ૪૦૧ કોઈપણ વિદ્વાન સાથે વાદવિવાદ કરી શકું છું. મને આત્મવિશ્વાસ છે કે વાદવિવાદમાં હું જ વિજ્યી બનીશ. આ સાંભળી મહારાજ પ્રસન્ન થયા. રાજસભામાં વિદેશી પંડિત અને ભારવિ વચ્ચે વાદવિવાદ થયે. ભાવિ તેમાં વિજયી બન્યા. આ વિજ્યથી મહારાજાને તેમના પ્રત્યે આદરભાવ વધે. તેમણે હર્ષાવેશથી Íરવિને આલિં. ગન આપ્યું અને વિજેતા કવિ ભારવિને હાથી પર બેસાડયા. મહા મંત્રીએ કવિ ઉપર છત્ર ધર્યું અને રાજા પિતે ચામર વીંઝે છે. આમ ભારે દબદબા સાથે રાજા ભાવિને તેમના ઘરે મૂકવા આવ્યા.
ભારવિના માતા-પિતાએ રાજાનું સ્વાગત કર્યું. રાજાએ બંનેને પ્રણામ કર્યા અને કહ્યું, “અપના દર્શન કરીને આજ હું કૃતાર્થ થ.” ત્રિલેચને ભાવિના પિતાએ કહ્યું : “હે દક્ષિણાપથના રાજેશ્વર! આપ જેવા નરેશ્વરે મારા જેવા રંકના આંગણે પધારીને, મારી ઝુંપડીને પાવન કરી તે મારું સૌભાગ્ય છે રાજાએ કહ્યું : હિ વિશ્રેષ્ઠ ! આપની તપશ્ચર્યા અને વિાધનની સામે હું તે સાવ જ રંક છું.” * રાજા રાજમહેલમાં પાછા ફર્યા. આ બાજુ ભારવિ માતા ભગવતીના ચરણે વંદન કરવા જાય છે. માતા કહે છે: “બેટા! પહેલાં તારા પિતાજીને પ્રણામ કર.ભારવિએ પિતાને સાષ્ટાંગ દંડવત. પ્રણામ કર્યો, પિતાએ તેના માથા પર હાથ મૂફીને કહ્યું: “શતં જીવP"
ત્રિલોચનને પુત્ર પ્રત્યેને આવો રૂક્ષ વ્યવહાર જોઈને માતા ભગવતીએ કહ્યું : “બસ, બેટાને આશીર્વાદમાં માત્ર એક જ શબ્દ? વિજયી પુત્રને છાતીએ પણ ન વળગાડયો તમે? તમારા હૈયે શું પુત્ર પ્રત્યે. એટલે પણ પ્રેમ નથી ??.” ભગવતીની આંખમાં આંસુ છલકાઈ આવ્યા. , " . - - -
ત્રિલોચને ભગવતી સામે જોયું. ભારવિ સામે પણ નજર કરી અને બેલ્યાં દેવી ! પુત્રને જરૂર કરતાં વધુ સન્માન * મળી ગયું છે. જ્યાં સુધી તે માન-સન્માનને પચાવવાનું ન શીખે,