________________
૯૮
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સુધારવાને ને? એમ લાગતું હોય કે કડવા વેણ કહેવાથી પણ સામેની માયા સુધરવાને બદલે વધુ બગડવાની છેતે કડવા વેણ શા માટે કહેવા? પરંતુ ત્યાં વાત બીજી જ છે! પરિચિંતા છેડે, આત્મચિંતા કરો કે બીજાને સુધારવાની વાત તે માત્ર વાત જ છે. બીજાને અવિનય, બીજએ કરેલું અપમાન, તેને અનુચિત વ્યવહાર આપણાથી સહન નથી થતું. આથી હવા ને કઠેર શબ્દ બોલીએ છીએ! આપણ અસહિષ્ણુતા કઠોર વેણ બોલાવે છે. અસહિષ્ણુતામાંથી ષિ પિદા થાય છે. આપણા આશ્રિતનું અગ્ય આચરણ સહન નથી થતું. કહેવા છતાં, સમજાધવા છતાંય તે સુધરતું નથી તે આપણી સહનશીલતા હોમગી ઉઠે છે. સાચી વાત છે કે નહિ? હું તમારું પાલન પિષણ કરૂ છું, તમને જીવાડું છું. તમારે મારું કહ્યું માનવું જ જોઈએ” આવે જ વિચાર તમારા મન-મગજમાં હોય છે ને ? આ વિચાર, આવી કલ્પના જ તમને રાગ-દ્વેષ કરાવે છે. જે તમારે કહ્યું માને તેના ઉપર રાગ, તમારું કહ્યું ન માને તેના ઉપર દ્વેષ! પ્રતિદિન પ્રતિપળ આ શગ-દ્વેષ થતા જ રહે છે! તમે તમારી જાતને દુઃખી માને છે. મનમાં તડપ છે. શા માટે એવું કરવાનું ! પારકાની પંચાત, બીજાની ચિંતા એવી નહિ કરવાની કે જેનું કોઈ ફળ જ ન મળે અને આપણી પણ ચિત્ત-શાંતિ અને ચિત્ત-પ્રસન્નતા ચાલી જાય, “કાન્તસુધારસ ગ્રન્થકાર ઉપાધ્યાયજી કહે છે: __ 'निष्फलया कि परजनतप्त्या कुरुषे निजसुखलाप रे.'
નિષ્ફળ એવી પારકી ચિંતા કરીને તું તારા પિતાના સુખને નાશ શા માટે કરે છે પરંતુ આપણને પારકી ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે! પારકાની ચિંતા કરતા રહો, રાગ-દ્વેષ કરતા રહે, પાપકર્મ બાંધતા રહે અને સંસારની દુર્ગતિમાં ભમતા-ભટક્તા રહો! હજી પણ સંસારમાં ભટકતા રહેવું હોય તે ન છોડશો આ ટેવ! ન ભટકવું હોય તે આ ટેવ તમારે છોડવી જ રહી. પ્રચંડ