________________
પ્રવચન-૨૦
૩૬૭ અર્થાત પ્રેમને ભાવ જાગે છે તે વ્યકિત તે ધર્મ અને તે સ્થાન પ્રત્યે સમ્યફ આચરણ જ કરે છે. તેઓ સાથે તે સાથે જ વ્યવહાર કરે છે. પ્રમેહના બદલે હૈયે ઈર્ષા, દ્વેષ કે તિરસ્કારના ભાવ આવે તો વ્યવહાર પણ એ જ તે કરવાને. આથી જ તમને ફરી કરીને કહું છું કે તમારા હૈયાને ગુણીજન અને પુણ્યશાળીઓ પ્રત્યેના પ્રદભાવથી સભર અને સમૃદ્ધ રાખે. જ્યાં જ્યાં તમે ગુણદર્શન કરશે ત્યાં ત્યાં તમને પ્રેમ થશે જ. ગુણદર્શનથી પ્રેમ થાય છે, કેષદર્શનથી કેષ ! જ્યાં પ્રેમ હોય છે ત્યાં ચિત્ત આનંદને અનુભવ કરે છે. જ્યાં દેષ હેાય છે ત્યાં મન સંતાપથી શકાય છે. હરિભદ્ર પુરે હિત આચાર્યદેવ પાસે ઃ
આજ હરિભદ્ર પુહિતને પરમાત્મા જિનેશ્વરદેવની મૂર્તિમાં સાચી વીતરાગતાને અનુભવ થયે. તેમની આંખે આનંદના આંસુથી છલકાઈ ગઈ. તેમના કંઠે ગવાતા સ્તુતિક આચાર્ય દેવે ઉપાશ્રયમાં બેઠા બેઠા સાંભળ્યા. પુરોહિતને અવાજ તેમને પરિચિત હતે. આચાર્યશ્રી સમજી ગયા કે આ અવાજ હરિભદ્ર પુરોહિતને જ છે. અવ્યકત આનંદ તેમના હૈયે ઉછળી રહો. આજે તેમની જમણી આંખ ફરકી રહી હતી. બીજા પણ શુભ સંકેત થવા લાગ્યા
હરિભદ્ર પુહિત મંદિરમાંથી નીકળી ઉપાશ્રયમાં આવ્યા. આચાર્યદેવનાં દર્શન થતાં જ તેમને નમસ્કાર કરીને પૂછ્યું: “હું આવી શકું છું?” અનુમતિ મળતાં તે આચાર્યશ્રીના ચરણે પાસે આવ્યા. પુનઃ પ્રણામ કરીને વિનયથી તેમની પાસે બેઠા. આચાર્ય દેવે ધર્મલાભના આશીર્વાદ આપ્યા.વાત્સલ્યભાવથી ક્ષેમકુશળ પૂછયા. હરિભદ્ર પુરોહિતે પોતાના આગમનનું કારણું કહ્યું. ગુરૂદેવે તેમની વાત પરથી તારવી લીધું કે પુરોહિતજીના હૈયે સાધ્વીજી પ્રત્યે પ્રમોદભાવ જાગ્રત થયો છે. પરમાત્મા પ્રત્યેની સાચી દષ્ટિ પણ ખૂલી ગઈ છે. તેમણે પ્રેમતળ વાણીમાં કહ્યું
મહાનુભાવી જૈનદર્શનમાં ક્રમિક અધ્યયન કરવાનું વિધાન છે.