________________
છે. આજકાલ તે ગુણવાનને અનાદર કરો અને સુખી
માણસેનો તિરસ્કાર કર, સામાન્ય થઈ ગયું છે! પૂર્વજન્મમાં જેમણે દાન-શીલ-તપ આદિ ધર્મની આરાધના કરી હોય છે, તેઓ વર્તમાન જીવનમાં અનેક પ્રકારના સુખના સ્વામી થાય છે. એવા જીવોની ઈર્ષ્યા ન કરવી જોઈએ. પ્રમોદભાવનાની પહેલી શર્ત આ છે કે કોઈના પણ સુખની ઈર્ષ્યા ન કરે. ઈષ્ય પ્રેમનું ઝેર છે. ઈર્ષોથી પ્રેમનું મન થાય છે,
પ્રવચન/ર૧
પરમ ઉપકારી મહાન યુતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ નિમિત ધર્મબિન્દુ ગ્રન્થમાં ધર્મવું ખૂબ જ સરસ સ્વરૂપ બતાવ્યું છે. ધર્મક્રિાએલું જેમ સ્વરૂપ સમજાવ્યું તેમ એ ધર્મક્રિયાઓ કરનારનું હૃદય કેવું હોવું જોઈએ તે પણ વિસ્તારથી સમજાવ્યું છે,
ધર્મક્રિયા શુદ્ધ હોય પરંતુ તે કરનારનું હૃદય મલિન અને અશુદ્ધ હોય તે એ ક્રિયાઓ ધર્મ નહિ બને! હરિભદ્રસૂરિજીએ કેવી એટદાર અને સાફ સાફ વાત કહી છે. તમારે જે ધર્મ પામ હોય તે તમારા હૃદયને સાફ, સ્વચ્છ અને શુદ્ધ બનાવે. હૈયે જે કંઈ દ્રષ, ઈષ્ય, ઘણા, તિરસ્કાર આદિ ગંદકી અને કાદવ હય, જે કંઈ દુષ્ટ ભાવે હેય તેને ઉલેચીને ફેંકી દે. તમારા હૈયાના બાગમાં મૈત્રી, કરુણા, પ્રમેહ અને માધ્ય ભાવેના પુષ્પ ખીલવા દે.