________________
પ્રવચન-૧૪
૩૩૭
અભ્યાસ કરે. સુખી અને ગુણવાની કદી ઈર્ષ્યા ન કરે. ઓછામાં ઓછું, પિતાના સગાં-સબંધી, સ્નેહી-સ્વજનેની તે નિંદા ન જ કરે. તેમની તે ઈર્ષ્યા ન જ કરો. ભાઈ–ભાઈ એકબીજાની આજે ઈર્ષ્યા કરે છે, સાસુ વહુની અને વહુ સાસુની, પિતા પુત્રની અને પુત્ર પિતાની ઈર્ષ્યા કરે છે. અરે! ત્યાગ માર્ગમાં પણ ઈર્ષાને પ્રવેશ થઈ ગયે છે ત્યારે સંસારની તે શું વાત કરવી ? ગુરૂ શિષ્યની અને શિષ્ય ગુરૂની ઈર્ષો કરી રહ્યા છે! ઈર્ષાની આગમાં સાધુ પણ સળગી રહ્યા છે. ખરેખર ઘોર વિષમતા વ્યાપી છે ઈર્ષોથી ભરેલા હદયમા “ધર્મ ને વાસ હિંઈજ કેવી રીતે શકે? અશુદ્ધ હૃદયમાં “ધર્મ વસતે નથી.
બીજા ની ભૌતિક કે આધ્યાત્મિક આબાદી જઈને ઈષ્ય ન કરશે. તમારા કરતાં બીજા પાસે વધુ વૈષયિક સુખ છે. વધુ આધ્યાત્મિક સુખ છે તે તેમના એ સુખથી રાજી થાઓ. આનદ અનુભવે સદ્દભાવ રાખે તેમના પ્રત્યે. ઈર્ષા કરવાથી બીજાનું સુખ શું તમને મળી જવાનું છે? મળે તે ભલે ઈર્ષ્યા કરે પણ ના, ઈર્ષ્યા કરવાથી બીજાનું જરા સરખું પણ સુખ મળતું નથી. ઉલટું આપણું જે આંતરબાહ્ય સુખ હોય છે તે પણ છીનવાઈ જાય છે! સિંહગુફાવાસી મુનિ નેપાલ તરફ
પિતાના કરતા શૂલિભદ્રજીની પ્રશંસા વધુ થઈ અને સિંહગુફાવાસી મુનિ અદેખાઈની ઈર્ષાની આગથી સળગી ઉઠયા! ગુરુને પણ અનાદર કરીને ગણિકાના ઘરે ગયા અને તેને ત્યાં વર્ષાકાળ વ્યતીત કરવા માટે, કેશાને રાજી કરવા, વર્ષાકાળમાં પણ નેપાળ તરફ વિહાર કર્યો! કેશાને જોઈને એ સાવ ભૂલી જ ગયા કે હું મુનિ છું અને કેશાને ત્યાં વર્ષાવાસ કરવા આવ્યો છું.” હવે મુનિનું મન કેશાના સંગ માટે વ્યાકુળ બની ગયું. તેના માટે રત્નકંબળ લેવા નેપાળ ગયા ! સાધુતાથી તે લપસી પડયા. અને પતનની ઉંડી ખીણ તરફ ગબડતા ગયા,
.