________________
૩૬૨
મીઠી મીઠી લાગે છે માનવરની દેશના
ગ્રન્થમાં પિતાને પરિચય યાકિની મહત્તરાસુનુ-યાકિની મહત્તરાના પુત્ર કહીને આપે છે. જાણે છે ને હરિભદ્રસૂરિજીનું જીવનચરિત્ર
સભામાંથી : ના, સાહેબ! અમને લેકેને એવી વાત સાંભળવા નથી મળી.
મહારાજશ્રી? કશે વધે નહિ. હું તમને તે કહીશ. આ ચાતુર્માસમાં ખૂબ સાંભળી લે. પણ માત્ર સાંભળવાથી કોઈ વિશેષ લાભ થવાનું નથી. સાંભળ્યા બાદ ચિંતન-મનન કરવું જોઈએ. સાંભળ્યા પછી ઘરે જાઓ છે, દુકાને જાઓ છે, જ્યારે પણ અને
જ્યાં પણ સમય મળે ત્યાં અને ત્યારે આ સાંભળેલી વાતને યાદ કરે અને તેના પર ચિંતન-મનન કરો. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી
હરિભદ્ર ચિત્તોડની રાજસભામાં રાજપુરોહિત હતા. વેદ-વેદાંગ અને ચૌદ વિદ્યાઓના તે પારગામી હતા. સુપ્રસિદ્ધ વિખ્યાત પ્રકાંડ વિદ્વાન હતા. આ વિદ્વત્તાની સાથે સાથે તેમનામાં અભિમાનને અવગુણ પણ હતા. તે પિતાને સંસારના સર્વશ્રેષ્ઠ અજેય વિદ્વાન માનતા હતા. આથી તે પિતાના પેટ પર એક પટ્ટો બાંધીને ફરતા. તે કહેતા! “મારી વિદ્વત્તા એટલી બધી છે કે પેટ ફૂલાઈ ને ફાટી ન જાય તે માટે પટ પર પટ્ટો બાંધી રાખું છું !
હરિભદ્ર પુહિત પિતાની સાથે એક નાની સીડી પણ રાખતા. તે કહેતા કેઈ વિદ્વાન વાદી પુરૂષ મારા ડરથી આકાશમાં ચડી જાય તે આ સીડી પર ચઢીને તેને પકડી લઉં અને તેની સાથે વાદવિવાદ કરું.”
તેઓ એક નાની જાળ પણ પિતાની પાસે રાખતા હતા, તે કહેતા કોઈ વિદ્વાન મારા ભયથી સરોવર નદી કે સાગરમાં છુપાઈ જાય તે આ જાળ નાંખી તેને પકડી લઉં અને તેને વાદવિવાદમાં હરાવી દઉં.' વિજ્યને તેમને ભારોભાર વિશ્વાસ હતું. તેમની વિદ્વત્તા