________________
૩૫૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
છે, જેથી તેમની સાથે મને પ્રેમ થાય? ના તમારૂ આ લક્ષ્ય આ ધ્યેય બન્યું નથી. આથી દર્શન-પૂજામાં ન તે મન સ્થિર રહે છે, ન તે નયન! આંખે પરમાત્માની પ્રતિમા પર અપલક સ્થિર રહે. છે? મન પરમાત્માના ગુણેનાં ચિંતનમનનમાં સ્થિર થાય છે? ના. કશું જ નહિ! મન ભટકતું ફરે છે સંસારની શેરીઓમાં! સંસારથી જ સંબંધ ને સગપણું છે ને તમને ? એટલે મજેથી સંસાર સાથે તમે પ્યાર કરે છે. આથી જ સંસારને પરિચય કરે છે ! મંદિર-દેરાસરમાં પણ સંસારી જીનો પરિચય કરી લે છે કે નહિ? શા માટે મંદિર-દેરાસર બનાવ્યાં છે? સંસારી છને પરિચય કરવા માટે કે પરમાત્માનો પરિચય કરવા માટે? મંદિર–દેરાસરમાં સંસારની, પરિવારની, સમાજની અને દેશની વાત કરે છે ને ?
યાદ રાખે. પરમાત્માના મંદિરમાં પરમાત્માને જ પરિચય સાધવાને છે. પરમાત્મા સાથે જ પ્રેમ કરવાને છે. તેના બદલે ત્યાં તમે જે બીજા બીજા કામ કર્યા, આલતુ-ફાલતુ વાત કરી તે તેની કડક સજા થશે તમને ! કમસત્તા તમને નહિ છેડે! તમને એ સજા કરશે જ. આથી જ કહું છું, સાવધાન રહેજે. ભલે તમે લક્ષાધિપતિ-કરોડપતિ હો, રૂપરૂપના અંબાર , પ્રકાંડ વિદ્વાન અને પ્રખર તત્વચિંતક હે, કર્મસત્તા કેઈપણ અપરાધીને ક્ષમા આપતી નથી, ક્ષમા કર્મસત્તાના લેહમાં નથી. પાપ કર્યાની સજા કરવી એ તેને સવભાવ અને શ્વાસ છે.
આપણું કલ્પનાસૃષ્ટિમાં પરમાત્માને સાક્ષાત્કાર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ, સર્વોત્તમ આલંબન છે પરમાત્માનું મંદિર. સર્વશ્રેષ્ઠ આલંબન અને આધાર છે, પરમાત્માની પ્રતિમા, દર્શન-પૂજન અને સ્તવન કરવાનું પ્રયોજન પણ આ જ છે. પરમાત્માથી હૃદયને પ્રેમ કરવાને છે. અંતરને પ્રેમ, હૃદયને પ્રેમ, આન્તરપ્રીતિ પરિચયથી ગાઢ પરિચયથી જ થાય છે.