________________
હા૨
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
અલગ સ્થળોએ ચાતુર્માસ કરીને આવ્યા હતા. ઉત્તમ સાધના કરીને આવ્યા હતા, ગુરૂદેવે એ બધાની સાધનાનું પણ અભિવાદન કર્યું હતું. પરંતુ સ્થલિભદ્રજીનું અભિવાદન વિશેષપણે કર્યું ! બીજાઓથી આ કેમ સહન થાય? સિંહગુફાવાસી ઈર્ષ્યાથી બળે છે?
એક શિષ્ય સિંહની ગુફાના દ્વાર પર ચાતુર્માસ કરીને પાછા આવ્યા હતા. તેમનું હૈયું ઈર્ષોથી ભરાઈ ગયું. સ્થૂલિભદ્રની પ્રશંસા સાંભળી તેમનું હૈયુ ચચરી ઊઠયું. તેમણે મનમાં વિચાર્યું : ગુરૂદેવ શુલિભદ્રજીની ભૂરી ભૂરી અનુમોદના એટલા માટે કરે છે કે તે મહામંત્રીના પુત્ર છે. તેમને વળી શું માટી સાધના કરી? નૃત્યાંગનાના ઘરે રહી માલ-મલીદા ખાધા, નૃત્યાંગનાના નૃત્ય જોયાં, ચાર મહિના તેમણે મેજમજા કરી, આમાં તેમણે દુષ્કર શું કર્યું? છતાંય તેમની સાધનાને દુર કહી ભારોભાર પ્રશંસા કરી છે અને મેં આવી કઠોર છવ-સસટની સાધના કરી તે મારા માટે મામુલી શબ્દ જ કહા ! પણ કંઈ નહિ, આગામી ચાતુર્માસ હું પણ એ નૃત્યાંગનાને ત્યાં કરીશ પછી જોઉં છું કે ગુરૂદેવ મારી પણ પ્રશંસા કરે છે કે નહિ ?
સિંહગુફાવાસા મુનિ સિંહની ગુફાના દ્વાર પાસે ચાર મહિના રહી શકતા હતા, ચાર ચાર મહિનાના ઉપવાસ પણ કરી શકતા હતા, પરંતુ બીજા મુનિની પ્રશંસા પ્રેમથી સાંભળી ન શક્યા! તેમના હૈયે પ્રમાદ ભાવના ન હતી. ઈર્ષોથી મલિન હતું તેમનું હદય! જૈન શાસનમાં આવી સાધનાનું કેઈ મૂલ્ય નથી. આવી તપશ્ચર્યા મુકિત નથી અપાવી શકતી. બીજાના ગુણેના અનુરાગી બન્યા વિના, બીજાના સુખને જોઈને પ્રદ અનુભળ્યા વિના ઘેર તપશ્ચર્યા પણ નિષ્ફળ જાય છે. અમેદ ભાવનાના અભાવે ઘોર તપસ્વીઓનું પણ પતન થાય છે. સિંહગુફાવાસી મુનિનું હૃદય સ્તુલિભદ્રજીના પ્રત્યે ઈષ્યાથી બળી રહ્યું. અદેખાઈની આગમાં તેમનું સુકૃત પણ