________________
પ્રવચન-૧૪
: ૩૧e સૂઈ જાવ. નિરંતર આ શુદ્ધિની પ્રક્રિયા ચાલુ રાખે. રોજ જ નહિ, પ્રતિપળ દયની શુદ્ધિ માટે જાગ્રત રહે જે પળે જણાય કે હૃદય પાપવિચારેથી અશુદ્ધ બન્યું તે તરત જ, શુભ વિચારથી બીજી જ પળે તેને શુદ્ધ કરી નાંખોપળે પળ હૃદયશુદ્ધિ માટે સાવધ જાગ્રત ને સક્રિય રહો ! તે એક દિવસ હદય એવું શુદ્ધ બની રહેશે કે પછી કદી તે અશુદ્ધ નહિ બને. હૃદયને શુદ્ધ કરવા માટે બે મગળ કે કંઠસ્થ કરી લો. તેના અર્થને બરાબર સમજી લે અને તમારા હૃદયમાં તેનું સતત ગુંજન થવા દો. પહેલે લેક નેધા લે ? શિવમસ્તુ સર્વજગત : પરિહિતનિરતા ભવતુ ભૂતગણું. દષા પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકો છે
તેને અર્થ પણ સમજી લે: “સર્વ-સારા ય જગતનું કલ્યાણ થાઓ. સર્વજીવ પરહિત કરવામાં નિરત થાઓ. જીવોના બધા જ દોષ નાશ પામે... સર્વત્ર સૌ સુખી થાઓ બીજે લાક પણ નોધી લે?
ખામેમિ સવ્વજીવે, સવૅજીવા ખમંતુ મે 1 મિત્તિ એ સવભૂસુ, વેર મજઝન કેણઈ છે આ મલેકને અર્થ પણ બરાબર ધ્યાનથી સમજી લે “હું તમામ જીવોને ક્ષમા આપું છું, સર્વ છે મને ક્ષમા આપે. બધા જ જી સાથે મારે મૈત્રી છે, કેઈના ય પ્રત્યે મને ઠૌર નથી.
સવાર-બપોર-સાંજ ત્રિકાળ અને નિરંતર આ કેનું સ્મરણ કરે. તેના અર્થનું ચિંતન કરે. અનુકૂળતા હોય તે કુટુંબના બધા સભ્યો સાથે મળીને તેનું ગાન કરે. ઘરમા-કુટુંબમાં દરેકે દરેક સભ્યને આ શ્લોક કંઠસ્થ કરાવે. આવુ કંઈક પ્રગાત્મક કરે. રાજ સાંભળતા જ રહેશે અને ક્રિયારૂપે કશું કરશે જ નહિ તે નકકર કશું જ નહિ મળે. હદયશુદ્ધિ માટે આ પ્રયાગ કરતા રહે. હદય. જેમ જેમ શુદ્ધ થતું જશે તેમ તેમ જીવમૈત્રી વધતી જશે.