________________
પ્રવચન-૧૮
: ૨૨૧
સત્ય-અસત્ય સાપેક્ષધર્મ :
એક કલ્પના કરે. નાના બે બાળકોને ઘરમાં એકલા મૂકીને મા-બાપ બહાર કામે ગયા છે. પાછા આવીને જુએ છે તે ઘર આગમાં ઘેરાઈ ગયું છે. બાળકને આગની ખબર નથી. તેઓ પિતાના રમવામાં મશગુલ છે. આગ બહારથી લાગી છે. અંદર જવાય તે બળીને જીવતા ભડથું થઈ જવાય તેવી હાલત છે. મા-બાપ બાળકને બૂમ મારી લાવે છે. પણ ભૂલકાં કશું જ સાંભળતાં નથી. ત્યારે બાપ જેરથી કહે છે ટીનુ બેટા! જે હું સાયકલ લાવ્યો છું જલદી બહાર આવે. જે પહેલે આવશે તેને સાયકલ મળશે. અને સાયકલની લાલચથી બંને બાળકે જલદી દેહતા બહાર આવે છે. બાળકે હેમખેમ બહાર આવી ગયા! તેમની જીંદગી બચી ગઈ! ઘર સળગી ગયું! અહીં બાપને જુઠું બેલવું પડયું. બાળકોના જીવ બચાવવા તેને જુઠને આશરે લેવું પડે. પિતે સાયકલ લાવ્યું ન હતું છતાંય કહ્યું કે તમારા માટે સાયકલ લાવ્યો છું' તે શું આ બાપને અસત્ય બોલવાનું પાપ લાગશે? નહિ. અહી અસત્ય પાપ નથી. ધર્મ છે. સત્ય-અસત્ય સાપેક્ષ ધર્મ છે. એકાન્તતઃ સત્ય ધર્મ નથી, એકાનતત અસત્ય પાપ નથી.
લંડનની ઘટનામાં ધર્મગુરૂને આશય યુવકને ચેરીના પાપમાંથી ઉગારી લેવાનું હતું. તેમના હૈયે યુવાન માટે કરુણા હતી. જાણતા હતા કે ચેરી કરવી એ પાપ છે. ચેરીના પાપથી આ યુવકને આભવ ને પરભવ બંને બગડી જશે. તેનું જીવન દુખી થઈ જશે. મરીને તેની દુર્ગતિ થશે...” આથી યુવાન પ્રત્યે તેમને ગુસ્સે ન આવ્યું. કરુણા છલકાઈ.
સભામાંથી અમારા બે રૂપિયાના સ્લીપર ચોરાઈ જાય અને ચારનાર પકડાઈ જાય તે અમે તે તેને ભરપુર મેથીપાક આપીએ છીએ
મહારાજશ્રી ઃ કારણ કે જીવ કરતા પણ જડ તમને વધુ