________________
૩૦૨ ?
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના રુદ્ધમાં થનાર ઘોર જીવહિંસાથી તેનું હદય રડી ઉઠયું છે. આવી ઘેર જીવહિંસાનું પાપ મારા પુત્ર કરશે તે તેઓ દુર્ગતિમાં સડશે. માનવભવ વ્યર્થ ગુમાવી દેશે. ના, ના, મારે તેમને દુર્ગતિના રસ્તેથી પાછા વાળવા જોઈએ. આવી નિસ્વાર્થ પરહિતની ભાવના સાધ્વીજી ભાવે છે. આમાં પુત્રમોહ નથી, તેમાં પુત્રના પરલોકની ચિંતા છે. વ્યથા છે. આથી તે કરુણા છે.
સાચી અને સારી વાત બધા નથી માનના
નમિરાજા સાથ્વી માતાની વાત માનતું નથી ! તણે સાફ કહી દીધું કે જે થવાનું હોય તે થાય. ભલે ભીષણ યુદ્ધ થાય પરંતુ હું મારો હાથી લઈને જ જંપીશ. સારી વાત બધા માની જ લે તે કોઈ નિયમ નથી. માતા સાથ્વીની સાચી અને સારી વાત પુત્ર માની જ લે તે નિયમ નથી. માણસનું હિજ્યારે કઠેર અને નઠોર બની જાય છે ત્યારે તેના હૈયે સાચી અને સારી વાત જચતી જ નથી. સાચી વાત કરનાર પ્રત્યે જે નેહ, શ્રદ્ધા અને સદ્દભાવ ન હોય તે એ વાત તે સ્વીકારશે નહિ.
દુનિયામાં વધારે સંખથા આવા લોકેની જ છે કે જેઓ સાચી અને સારી વાત સ્વીકારતા નથી. જ્ઞાની, સજજનો અને સંત પુરુષની સાચી અને સારી વાત અગાની અને દુર્જનેને સારી નથી લાગતી ! સાચી પણ નથી લાગતી ! કયારેક ક્યારેક આપણા મનમાં થાય છે કે કેટલી સારી વાત કહું છું, કેટલી સાચી વાત છે ? તેમના હિતમાં–લાભમાં કહું છું, છતાંય લેકે માનતા નથી ન જાણે કે કેવા છે ? પિતાના મનમાં અફસોસ પણ થાય છે ! પરંતુ અફસેસ કરવાની જરૂર નથી. આપણું સાચી ને સારી વાત ન માનનાર પ્રત્યે દ્વેષ કે રાણ કરવાની જરાય જરૂર નથી. એવા લેકે વધુ કરૂણુને પાત્ર છે.