________________
પ્રવચન-૧
નુબંધી પુણ્ય ઉદયમાં આવે તો તમે પણ અહીં અમારી પાસે આવવાનું છેડી દેશે. મંદિરમાં જવાનું ભૂલી જશે. પાપ કરતાં મજા આવે છે?
સભામાંથી ? તે શું મંદિર-ઉપાશ્રયમાં આવનાર લેકે પાપાનુબંધી પુણ્યવાળા નથી હોતા ? તેઓ શું પુણ્યાનુબંધી પુણ્યવાળા હોય છે ?
મહારાજશ્રી : એ કોઈ નિયમ નથી, પાપને પાપ માનતા હોય, પાપને ત્યાગ કરવો જોઈએ”—એવુ હૃદયથી પણ માનતા છે, છતાંય પાપનો ત્યાગ ન કરી શકતા હોય તેમને, આપણે પાપાનુંબંધી પુણ્યના ઉદયવાળા નહિ કહી શકીએ. પાપાનું બંધી પુણ્યવાળા તે પાપને પણ કર્તવ્ય ગણે છે. હા, મદિરઉપાશ્રયમાં આવી માન્યતાવાળા આવે તો તેઓ પણ પાપાનુબંધી પુણ્યવાળા કહેવાશે. બહુરૂપી હોય છે ને ? ઘરમાં એક રૂપ, બજા૨માં બીજુ રૂપ, મદિરમાં એક રૂપ, મહેફિલમાં બીજું રૂપ, એક દિવસમાં કેટકેટલાં રૂપ હોય છે ? પાપ કરવા પડે છે અને કરે છે
ત્યારે હૈયે શૂળ ભેંકાયા જેવી વેદના થાય છે ? પાપ કર્યા પછી પણ બળતરા થાય છે? પાપાનુબંધી પુણ્યના ઉદયવાળાને દુઃખ નથી થતું. તેમને તે પાપ કરતા ચ મઝા આવે છે અને પાપ કર્યા બાદ પણ એ પાપની મઝાને વાગોળે છે ! આવા જીવો પ્રત્યે આપણે કરુણ ચિતવવી જોઈએ: “મેહમૂઢ બની આ અબૂધ પાપ કરે છે, દુગતિમાં ચાલ્યા જશે. ઘોર દુઃખ તેને ભેગવવાં પડશે. મારું ચાલે તે તેને એ પાપે કરતાં રોકુ, પાપેથી તેને બચાવી લઉ. ભલે એ માટે મારે મુશ્કેલીઓ ભેગવવી પડે પણ તેને બચાવી લઉં”
ધનવાન છે પણ દાન નથી આપતે, નિરગી છે પરંતુ તપ