________________
૩૯૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના હવે શું? તે સાધ્વી થઈ ગઈ. હવે મારે પુત્રે કેવા? લડવા દો લડતા હોય છે. એમનાં જેવાં કર્મ હશે તેવું થશે.” તે શુ થાત? જે થવાનું હેત તે થાત. પરંતુ સાધ્વીનું હૈયુ કઠેર બની જાત. કરુણા તેમના હૈયે વહેત નહિ. અને કરુણા વિના સાધુતા રહેત કે નહિ તેની શી ખબર? તીર્થકરત્વની જનેતા કરણું :
તમે એ જાણ છે?કરુણા સાધુતાની જનેતા છે! કરુણ છે તે સાધુતા છે, કરુણાના અભાવમાં સાધુતા નથી રહેતી એટલું જ નહિ, તીર્થકરત્વની પણ જનેતા કરુણું છે. સંસારના અનંતાનંત જીની દુઃખદ સ્થિતિ પિતાની જ્ઞાનદષ્ટિથી જોઈને હૈયે કરુણા-છલોછલ કરુણું પ્રકટે છે ત્યારે “તીર્થકર નામકર્મ બંધાય છે. આ વિષય અંગે ફરી ક્યારેક વિગતે ચર્ચા કરીશું. આજ તે મારે તમને એ કહેવાનું છે કે તમે ભાવ કરુણને મહિમા સમજે. જે પ્રમાણે દીનદુઃખી, અપંગ-અનાથ પ્રત્યે કરુણા હેવી જોઈએ તે પ્રમાણે જેઓ સુખી-સમૃદ્ધ અને નિરોગી છે, છતાં જીવન પાપમાં પસાર કરે છે તેવા જીવો પ્રત્યે પણ કરુણા ચિતો.
સભામાંથી ! આજકાલ તો એવું જ જોવામાં આવે છે કે ધનવાન અને યુવાન લેકે જ વધુ પાપ કરે છે.
મહારાજશ્રી તેમના પ્રત્યે તમારા હૈયે કેવા ભાવ જાગે છે? તેમનું જીવન જોઈને તમને શું વિચાર આવે છે ? વૈષના કે કરુણાના? પાપનુબંધી પુણ્યના ઉદયવાળા માણસમાં એવું જ જોવા મળવાનું. ભૌતિક દષ્ટિએ સુખી લેકે, ધનવાન, સત્તાવાન, રૂપવાન લેકે વધુ પાપ કરતા દેખાશે. પાપ કરવાના સાધન તેમની પાસે વધુ છે ને ? આજકાલ તે લેકનાં જીવનમાં પાપાનુબંધી પુણ્યને ઉદય અપેક્ષાએ વધુ જોવા મળશે. તમારા લકે પાસે જ્યાં સુધી ભૌતિક સાધને નથી ત્યાં સુધી સારું છે ! તમારું પણ પાપા