________________
૩૦૪ ૬
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
અને
એને લઈ ગયા. નમી પડતા
અનિમેષ જોઈ રહ્યો હતો. નમી પિતાના મોટાભાઈ ચંદ્રયશને પિતાના નિવાસસ્થાને લઈ ગયો. ત્યાં મોઢાભાઈને સિંહાસન પર બેસાડ્યા અને પિતે નીચે બેઠે ત્યારે ચંદ્રયશે કહ્યું :
વત્સ! પિતાજીનું કરુણ મૃત્યુ મેં મારી આંખે જોયું છે. ત્યારથી મને આ રાજ્ય પ્રત્યે, આ સંસાર પ્રત્યે અરુચિ થઈ ગઈ છે ! એક માત્ર કાવ્યદૃષ્ટિથી આ રાજ્ય કરું છું. મને તેમાં કઈ રસ નથી. હવે તું મને મળી ગયો છે તે એ કર્તવ્યભાર હવે તું ઉપાડ, હું તે સંસારત્યાગ કરવા ચાહુ છું. મારું આ સભાગ્ય છે કે આજ મને વરસથી વિખૂટા પડેલા મારી માતા અને નાને ભાઈ, બને મળ્યા
નમીની આંખમાંથી આંસુ સરી પડયાં, ચંદ્રયશના બંને પગ પકડીને નમી બે ? નહિ, નહિં, હુ આપને સંસાર છોડવા નહિ દઉ. આજે તો તમે મને પહેલીવાર મળ્યા છે. આજે તે સાથ્વી માતાએ આપનો પરિચય કરાવ્યો છે અને આજે જ આપ સંસાર છોડી જવા ચાહે છે? નહિ નહિ એવું ન કરે.
ચંદ્રયશના ચહેરા પર ગંભીરતા પથરાઈ ગઈ. આંખોમાં વૈરાગ્ય છલકી રહ્યો. વર્ષોથી તેના હૈયે સંસાર પ્રત્યે અરુચિ થઈ ગઈ હતી. યુગબાહુની મણિરથે કપટથી હત્યા કરી, માતા મદનરેખા પિતાની શીલરક્ષા માટે જંગલમાં ચાલી ગઈ ત્યારથી ચંદ્રશના હૈયે ખળભળાટ ચાલતે હતા. હત્યારા મણિરથનું અપાશથી મૃત્યુ થયું તે પણ તેણે જોયું હતું. આવી ઘટનાઓ બને છે ત્યારે બુદ્ધિમાન અને સેન્સીટીવ-લાગણીશીલ માણસ ચિંતન કર્યા વિના નથી રહી શકત. જ્ઞાનદષ્ટિવાળાનું ચિંતન વૈરાગ્યમૂલક હેાય છે. વૈરાગ્ય ના જ વિચાર અને ભાવ જાગે છે. ચંદ્રયશ પાસે જ્ઞાનદષ્ટિ હતી. આથી એ ઘટનાઓએ તેના હૈયે ટૌરાગ્યના ભાવ જાગ્રત કર્યા.