________________
પ્રવચન-૫
: ૮૩ વિચાર પણ નહિ આવે. આથી જ ગ્રન્થકાર મહાત્મા ધર્મને પ્રભાવ બતાવી રહ્યા છે. કેટલાકને તે પ્રભાવથી જ સંબંધ હોય છે ! તેમને
સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા જ નથી થતી ! જેમકે એક બાળક છે, તેને દૂધ પાવામાં આવે છે. એ બાળકને દૂધને પ્રભાવ જ બતાવવામાં આવે છે ને ? “દૂધ પીવાથી શરીર તંદુરસ્ત બને છે.” દૂધનું સ્વરૂપ જાણવાને તેને કેઈ અર્થ નથી. દૂધ કયાંથી આવે છે, ગાય ભેંસ વગેરે દૂધ કેવી રીતે આપે છે, તે ખાય છે ઘાસ અને આપે છે દૂધ, આ કેવી રીતે થાય છે ? દૂધમાં કયા કયા ત છે, દૂધના આ સ્વરૂપનું જ્ઞાન બધાને નથી હોતું. દૂધ પીનાર બધાને એ જ્ઞાન નથી હતું. તેમને સંબંધ હોય છે. શરીરનાં સ્વાથ્યથી “દૂધ પીવાથી શરીર સારુ બને છે. –આટલું જ્ઞાન તેમના માટે પૂરતું બની જાય છે.
આપણા જીવનમાં જબરજ ઉપગમાં આવનાર એવી કેટલીય વસ્તુઓ છે જેને આપણે કેટલીયવાર ઉપગ કરીએ છીએ, પરંતુ એ વસ્તુઓનું સ્વરૂપજ્ઞાન આપણને નથી લેતું. આપણા રોજના ઉપયોગમાં આવનાર વસ્તુઓ વિશે વિચારો. દા. ત. સાબુ કપડાને વધારે ઉજળા કરે છે, કે સાબુ શરીરની ચામડીને નુકસાન નથી કરતે અને શરીરના મેલને સાફ કરે છે. આટલું જ વિચારીએ છીએ. અર્થાત્ આમ વિચારીને સાબુના પ્રભાવને જ જાણીએ છીએ. પરંતુ આવું જાણનારા લેકે સાબુ કેવી રીતે બને છે, તે કઈ કઈ વસ્તુઓ મેળવીને સાબુ બનાવ્યા છે, કેટલા પ્રમાણમાં એ વસ્તુઓ મેળવી છે. વગેરે વગેરે વાત-બાબતેનો વિચાર કરે છે ખરા ? બધા તેના ઉપયોગને જ, તેના પ્રભાવને જ ખ્યાલ રાખે છે. પ્રભાવથી જ સૌ સ બંધ રાખે છે. બીજી વાત ? તમારા ઘરમાં લાઈટ છે ને ? સ્વીચ દબાવે છે અને અજવાળ થાય છે. તમારે ઉજાશ જોઈએ છે. અજવાળ જોઈએ છે. “સ્વીચ દબાવવાથી અજવાળું મળે છે.”– તમને આટલું જ્ઞાન છે. બસ ! એ પછી ઇલેક્ટ્રીસીટીનું તમને જ્ઞાન હોય કે ન હોય ! વિજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે તમારા ઘરમાં આવે છે અને પ્રકાશ આપે છે, એ બધી વાતે બધા જાણતા