________________
૧૦૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સંમૂચ્છિમ ક્રિયા કરે છે અને વળી પાછે તેને અહંકાર કરો છો ? શરમ આવવી જોઈએ. દુખ થવું જોઈએ. આવી મૂઢ અને સંમૂર્ણિમ ક્રિયા કરતાં હવે થે! સાવધાન બને ! નહિ તે તેનું ખૂબ જ ભયાનક રીએકશન ને તરશે ! બેટું કર્યાનું હૈયે દુખ છે?
આ તે જાણે સમજ્યા કે તમે જિનવચનાનુસાર ધર્મકિયા નથી કરતા, સંમૂર્ણિમ જેવી કરે છે, પણ એ તે કહે કે તમે એ સંમૂર્ણિમ ક્રિયા કરે છે તેનું તમને ભાન છે કે નહિ? ભાન છે તે તેને તમે સ્વીકાર કરે છે ? સ્વીકાર કરે છે તે તેનું હૈયે દુખ છે ખરું? તમે ખરા હૃદયથી સ્વીકાર કરે છે કે જિનવચના નુસાર ધર્મક્રિયા હું નથી કરતો. મારું ધર્માનુષ્ઠાન વિવેકશૂન્ય અને ભાવશૂન્ય છે જેઓ જિનાજ્ઞા મુજબ, જિનવચન પ્રમાણે ધર્માનુષ્ઠાન કરે છે તે ખરેખર ધન્ય છે હું એ પ્રમાણે ધર્માનુષ્ઠાન કયારે કરી શકીશ? એવું સૌભાગ્ય મને કયારે મળશે?” આવું કદી વિચારે છે ખરા? ખેડું કરે છે અને તે ખોટું છે એમ પણ તમારે નથી માનવું ? તે ખોટું કર્યાનું દુઃખ તે તમને થવાનું જ કેવી રીતે? સાચી રીતે ધર્માનુષ્ઠાન કરનારાઓ માટે બહુમાન થવાનું કેવી રીતે? યથાવિધિ ધર્માનુષ્ઠાન કરવાનું લક્ષ જ નથી તે આ જીવનમાં તમે ધર્મને નહીં પામી શકે. એ નકકી માનજે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી ધર્માનુષ્ઠાન “યાદિત કરવાનું કહે છે. યથોદિત કરે તે જ ધર્મ. જિનવચનાનુસાર પૂર્વાચાર્યોએ બતાવિલી વિધિ પ્રમાણે કરે તે જ તે ધર્મ. અન્યથા નહિ જ. જિનાજ્ઞાન અનાદર ન કરી
ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવે છે ધર્મની સાથે માત્ર આ જીવાતા જીવનને જ પ્રશ્ન સંકળાયેલ નથી. ભવિષ્યને, જનમે જનમને પ્રશ્ન સંકળાયેલ છે. ગફલત થઈ જાય, શરતચૂક થઈ જાય, વિધિમાં ગરબડ થઈ જાય, તે ભવિષ્યના અનેક જન્મે બગડી જાય. મારે કઈ આગ્રહ નથી કે તમે આજને આજ જ બધા ધર્માનુષ્ઠાન