________________
૧૬૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
માણસ એકવાર પિતાનું ધ્યેય નક્કી કરી લે કે “મારે આત્મવિશુદ્ધિ કરવી છે તે એ ધ્યેયને સિદ્ધ કરવા, આત્મશુદ્ધિને માગ શોધીને જ રહેશે. આ માર્ગ છે ધર્મને. સવપ્રથમ તમે એ શેાધી કાઢે કે જીવનની અશુદ્ધિ પ્રત્યે તમને નરિત થઈ છે? થાય છે? અશુદ્ધિજન્ય સુખ પ્રત્યે દુર્ભાવ થયે છે? અશુદ્ધિમાં અકળામણ અનુભવે છે? કપડાં અશુદ્ધ હોય તે કેવું લાગે છે? શરીર અશુદ્ધ ગંદુ હોય તે કેવું લાગે છે? સ્વચ્છ કરવાનું વિચારે છે ને? કપડાં અને શરીર
ખાં કરવાનો પ્રયત્ન કરે છે ને? અશુદ્ધ કપડાં નથી ગમતાં અશુદ્ધ-ગંદુ શરીર નથી ગમતું, એ જ પ્રમાણે અશુદ્ધ આત્મા નહિ ગમે તે તેની વિશુદ્ધિ માટેનો વિચાર જરૂર આવશે. આત્મતત્વનું અજ્ઞાન :
પણ આ વિચિત્ર સંસારમાં એવા ય લેક હોય છે કે જેમને ગંદા કપડાં જરા ય ખટકતાં નથી ! ગંદુ શરીર જરાય અકળાવતું નથી! ત્યાં આવા માણસને આત્માની તે કલ્પના પણ નથી હોતી. આત્મા જેવી અણુમેલ તત્વની ખબર ન હોય ત્યાં તેને આત્માની અશુદ્ધિ અને વિશુદ્ધિને તે વિચાર જ કયાથી આવે? એવા વિચાર વિના ધર્મને વિચાર પણ કયાથી જાગે? પણ આવા માણસે ય ધર્મનાં અનુષ્ઠાન કરતા દેખાય છે! કાં તે ગતાગતિકતા હોય છે અથવા તે કઈ સુખ પામવાની કામના હોય છે. આત્મસુખ મેળવવાની નહિ, ભૌતિક સુખ મેળવવાની કામના! ઈન્દ્રિયેના વિષય-સુખ પ્રાપ્ત કરવાની કામના ! વૈષયિક સુખ મેળવવાની કામનાથી જે ધમનુષ્ઠાન કરવામાં આવે છે તેમાં અભય, અદ્વેષ અને અખેદ નથી હતા. કારણ કે સુખરાગમાંથી દુખમય જ પેદા થાય છે. દુખ દેનાર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થવાનો જ અને સુખ નહિ મળવાથી ધર્માનુષ્ઠાનમાં એક આવી જ જવાને | વૈષયિક સુખેની સ્પૃહા એક મોટી અશુદ્ધિ છે, આ વાત તમને જચી છે ખરી ? ૌષયિક સુખોની સ્પૃહા ઉલેચી નાંખો
તમારા હૈયે જ્યાં સુધી વૈષયિક સુખની પૃહા સળવળે છે ત્યાં