________________
પ્રવચન-૧૨
: ૨૦૩ ઉપકાર કરે છે એ ધર્મદેશના આપીને તેઓ પ્રબળ રાગ-દ્વેષને સમળા નષ્ટ કરી નાંખે છે. કર્મોને ક્ષય કરે છે. પરમાત્મા સામે દષ્ટિ થિર કરીને આ પ્રમાણે ચિંતન કરવું?
હે પોપકારી! ધર્મતીર્થની સ્થાપના કરીને આપે સંસારના છે પર અનંત ઉપકાર કર્યો છે. સમવસરણમાં બીરાજીને આપ કેવી અમૃતમયી ધર્મદેશના આપે છે! દેવ-દેવેન્દ્ર, પશુ અને માનવ, સ્ત્રી અને પુરુષ સૌ સાંભળે છે આપની દેશના અને સૌ પિતાપિતાની ભાષામાં સમજે છે. જે કંઈ જીવાત્મા આપના શરણમાં આવે છે તેની આપ સુરક્ષા કરે છે. તેના રોગ-શેક આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જાય છે. આપ અચિંત્ય ચિંતામણિ છે. ભવસાગરમા આપ નાવ છે. હે પરમાત્મા! કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં આપ પ્રતિપળ સચરાચરને જુવો છે. જાણે છે.'
આ છે કૈવલ્ય-અવસ્થાનું ચિંતન. જે આ ચિંતન વયે અંતરમાંથી ન પ્રકટે તે તેનું રટણ કરજે, યાદ કરી લેજો અને બાલજે, પરંતુ પૂજનવિધિમાં અવસ્થા-ચિંતનને જરૂર જોડી દે છે. રૂપાતીત અવસ્થા :
ત્રીજી અવસ્થા છે રૂપાતીત અવસ્થા. આઠેય કર્મોને ક્ષય થવાથી આત્મા રૂપરહિત, શરીર રહિત બને છે. સિદ્ધ, બુદ્ધ અને મુક્ત એવા આત્માનું ચિંતન કરવાનું છે. જેને તમે “મોક્ષ કહે છે, નિવણ કહે છે, બસ તેનું ચિતન કરવાનું છે: “હે પરમાત્મન ! આપ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયા. અશરીરી બની ગયા. હવે આપને કયારેય જનમ લેવાનું નથી. શરીર ધારણ કરવાનું નથી. મૃત્યુ હવે આપને આવવાનું નથી. આપ કૃતકૃત્ય થઈ ગયા. આપ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને વીતરાગતામાં પરમસુખ અને પરમાનંદને અનુભવ કરે છે. ચરાચર વિશ્વના સર્વ દ્રવ્ય અને સર્વ પદાર્થોને આપ જુવે છે. આ સંસારથી આપ પર છે. અનંતકરૂણાના ધારક હે પરમાત્મન્ ! જે પણ માણસ આપનું ધ્યાન ધરે છે તેને આપ ઉદ્ધાર કરી દે છે !