________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
૨૮૪ :
લઈ જાવ અને તેને પ્રેમથી આપી દે” કવિપત્ની કંઇપણ બેલ્યા વિના ઊભી થઈ અને ભિક્ષુકને જઈને ખીચડી આપી આવી. શિક્ષક આશીર્વાદ આપીને જતો રહ્યો. કવિ-પત્નીએ આવીને કહ્યું : નાથ! આજ હું એટલી બધી ખૂશ છું કે મારી તે ભૂખ જ શાંત થઈ ગઈ છે. આથી આ મારી થાળીની ખીચડી આપ જ જમી લે.'
પતિના વર્તાવને કઈ કકળાટ નહિ. કેઈ બડબડ નહિ. કઈ મેણાં ટેણાં નહિ. વિચારો, કવિ-પત્નીએ પિતાને સ્વભાવ કે ઘડ હશે? કેવી ઉચ્ચ વિચારધારા અને ઉમદા ભાવના હતી એ સન્નારીની ! આવી ધર્મપત્ની ત્યારે જ મળે છે જ્યારે મહાન પુણ્યને ઉદય હોય !
મહાકવિ જ્યાં પત્નીની થાળીમાં કેળિયો ભરવા જતા હતા ત્યાં દ્વાર પર ફરી અવાજ સંભળાય! ભિક્ષા દેહિ” મહાકવિ તરત જ થાળી લઈને ઊભા થયા અને યાચકને પ્રેમથી એ બધી જ ખીચડી આપી દીધી. યાચક આશીર્વાદ દઈને ચાલ્યા ગયે. મહાકવિ ઘરમાં આવીને પત્ની પાસે બેઠા. હવે જમવાને તે પ્રશ્ન હતું જ નહિ, કારણ કે ખાવાનું કશું બચ્યું જ ન હતું! છતાંય પતિ-પત્ની બંને પ્રસન્ન હતા. કરૂણમાંથી ચિત્ત પ્રસન્નતાનો જન્મ થાય છે.
પણ કરૂણા કયારેક કરૂણાવાનને આકરી કસોટીમાં, દારૂણ વેદનામાં પણ ધકેલી દે છે ! અહીં પણ એવું જ બન્યું. બારણે ત્રીજા વાચકે ભિક્ષાં હિ!” નો અવાજ કર્યો. મહાકવિનું મેં પડી ગયું. હૈયું ખેદથી છેલાઈ ગયું: “શું આપું હું આ ભિક્ષુકને ? મારી પાસે હવે શું છે? કશું જ બચ્યું નથી આ યાચકને આપવા માટે શું તે મારા આંગણેથી ખાલી હાથે પાછો ફરશે મહાકવિ આમ વિચારતાં ભારે પગે ઊભા થયા. તેમની આંખોમાં વેદનાનાં ઊનાં આંસુ હતાં. તેમણે રડતી આંખે અને ગદ્દગદ કંઠે કહ્યું: “ભાઈ ! માફ કરજે. તને આપવા માટે આજ મારી પાસે કંઈ બન્યું નથી !” યાચક આ સાંભળીને ચાલ્યા ગયે. યાચકને ખાલી હાથે પાછા