________________
પ્રવચન-૧ર
: ૨૧૭ તારી વાત સાચી છે દેવી! પણ અત્યારે તને એક ખૂબ જ સારા સમાચાર આપવા આવી છું.' એમ કહી પથમિણીએ ચતુરા પાસેથી સાંભળેલી બધી વિગતે જણાવી અને છેલે કહ્યું: હવે તારું કલંક ગયું જ સમજ, બેન ?
લીલાવતીના રોમેરેામ હરખાઈ ઉઠયાં. હૈયું ગદ્દગદ થઈ ગયું. એણે કહ્યું : પથમિ ! મારી આંતર-પુકાર પંચપરમેષ્ઠિ ભગવંતે સાંભળી લીધી. શાસન દેવતાઓએ મને સહાય કરી.
મહામંત્રીના વસ્ત્રથી હાથીને ઉપદ્રવ જરૂર દૂર થઈ જશે. ચતુરા હમણા જ આ શુભ સમાચાર લઈને આવી સમજ.' “મહામંત્રીને શું આ બધી બીનાની ખબર છે?”
હું તે સીધી જ અહીં દેડી આવી છું. મહામંત્રીઓને તે હવે સમાચાર આપીશ.”
આટલું કહીને પથમિણ મહામંત્રી પાસે ગઈ અને તેમને પણ બધી માંડીને વાત કરી. મહામંત્રી પેથડશાએ સ્વસ્થ ચિત્તે બધું સાંભળ્યું અને કહ્યું : મન શાન્ત, સ્થિર અને સંતુલિત રાખો
દેવી! પુણ્યકર્મ અને પાપકર્મના ઉદય અનુસાર સંગ બદલાતા રહે છે. પાપકર્મોને ઉદય પૂરો થતાં સંજોગ સારા બને છે. પુણ્યકર્મોને ઉદય પૂરે થાય છે ત્યારે સંજોગ પ્રતિકૂળ બને છે. કર્મોની લીલા સમજનાર પુરુષ તે અનુકૂળ અને પ્રતિકૂળ બંને સંજોગોમાં શાંત, સ્થિર અને સંતુલિત રહે છે.”
મહામંત્રીનું તત્વજ્ઞાન કેટલું આત્મપર્શી હતું. વિપરીત સંજોગોમાં કલંક મૂકાયું ત્યારે પણ તેમનું મન વિક્ષિપ્ત અને વિક્ષુબ્ધ નહેતુ બન્યું. “મારી બદનામી થઈ, હવે હું શું મેં બતાવિશ? હું નિર્દોષ છું તે ય મને કલંકિત કરાયે.” આવા કોઈ જ ૮ વિચારથી ત્યારે તે વિચલિત નહેતા બન્યા. “મારું કલંક હવે કયારે