________________
૨૫૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
યુગબાહુનું મૃત્યુ
યુગબાહુના ચહેરા પર ખૂબ જ સમતા છવાઈ ગઈ હતી. તેના કષાય ઉપશાનત થઈ ગયા હતા. નવકાર મંત્રને સમરણમાં લીનતા આવી ગઈ હતી. અને તેણે પિતાના પ્રાણેને ત્યાગ કરી દીધું. અનંતને પ્રવાસી-એક ધર્મશાળા છેડીને પિતાની મંઝિલ તરફ ઊડી ગયે. હવે યુગબાહુમાં જીવ નથી. તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું છે' એ જાણતાં જ મદનરેખા સ્વસ્થતા ગુમાવી બેઠી. ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પુત્ર ચંદ્રશ પણ કરુણ કલ્પાંત કરવા લાગ્યા.
મદરેખા છેવટે તે રાગના બંધને બંધાયેલી એક નારી હતી. ગુણવાન, રૂપવાન અને બળવાન પતિને વિચાગ મદનરેખાને રડાવી દે, તેમાં કેઈ આશ્ચર્ય નથી. સાગમાં સુખાનુભવ કરનારાઓને વિયેગમાં રડવું જ પડે! અમે લેકે તે સાધુ છીએ ને? પણ અમેય જે કંઈ સંગમાં સુખ માનીએ તે તેના વિયેગમાં અમને પણ રડવું આવી જ જાય! ભલે અમારો રાગ પ્રશસ્ત હાય ! પ્રશસ્ત રાગ પણ રડાવે છે. ગૌતમ સ્વામીને શું થયું હતું ? એ તે ખબર છે ને ? ગૌતમ સ્વામી મન:પર્યવજ્ઞાની હતા. હજારે સાધુઓના ગુરુ હતા, છતાંય ભગવાન મહાવીરને વિયાગ થશે ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે નાના બાળકની જેમ રડી પડયા હતા, કારણ કે ભગવાનના સંચાગમાં ગૌતમે સુખ માન્યું હતું. મહાવીરના ચરણેમાં ગૌતમે અપૂર્વ સુખ મેળવ્યું હતું. જ્યારે એ સુખને વિગ થયે ત્યારે ભયંકર વેદના તેમણે અનુભવી. મદન રેખા જ્ઞાની હતી. સતી સનારી હતી. પરંતુ હતી તે સંસારી સ્ત્રી જ! તેના હૈયે રાગ હતું, તે કલ્પાંત કરવા લાગીઃ “અભાગણ છું, મારું સર્વસ્વ લુંટાઈ ગયું, એહ! મારા રૂપને ધિક્કાર છે. મારા રૂપે જ મારા પૂજ્ય-સ્થાનીય પુરુષને વિકારી બનાવ્યું. મારા નિમિત્તે જ મારા પતિની હત્યા થઈ. એહ! મારા નિમિત્તે કે ઘર અનર્થ થઈ ગયે'
જાની જોન વિગ સાધુઓના