________________
૨૬૦ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
• ઉત્તર : બંધાય છે. અશુદ્ધ તેલથી પણ ભજન બને છે કે નહિ? કેવું બને છે એ ભજન સડેલા લેટથી પણ રોટલી બની શકે છે કે નહિ? કેવી બને છે એ જેટલી? અશુદ્ધ હૃદય હોય અને ધર્મક્રિયા કરતા રહે તે એ દ્રવ્યક્રિયાથી પુણ્યબંધ જરૂર થશે પરંતુ એ પુણ્યકર્મ ઉદયમાં આવશે ત્યારે તમને એ વધુ પાપ કરવા પ્રેરશે.
એક આદત બરાબર સમજી લે ? અશુદ્ધ ચિત્તમાં નિશ્રેયસનું લય જાગ્રત નથી થતું. અશુદ્ધ ચિત્તમાં એક્ષપ્રાપ્તિની આકાંક્ષા જ પેદા થતી નથી. મલિન મનમાં એ ભાલાસ ઉછળતું નથી કે જેથી ક્રિયા ધર્મક્રિયા બને. દ્રવ્યકિયા તેને જ કહે છે કે જે શુદ્ધ ભાવના લક્ષયથી કરાઈ હેય! ધર્મક્રિયા ત્યારે જ બને કે જ્યારે એ ક્રિયા હૃદયશુદ્ધિ માટે કરાઈ હોય! દુખને ઠેષ અને સુખની પૃહા ન કરે * દુખભીરુતા અને સુખલિસાએ જ હૃદયને અશુદ્ધ બનાવી મૂક્યું છે. દુખભીરુતા અને સુખલિપ્સાથી જ તે માણસ પાપાચરણ કરે છે, અનાચાર અને અકાર્યો કરે છે. દુઃખને ભય ન હોય અને ભૌતિક સુખની પૃહા ન હોય તે માણસ પાપ કરે જ નહિ. મદનરેખાએ પિતાના હૃદયને દુઃખના ભયથી અને સુખેની સ્પ હાથી અલિપ્ત રાખ્યું હતું. આથી જ તે તે મણિરથના અનેક પ્રલોભનેને તેમજ તેની દુષ્ટ વાસનાને વશ થઈ નહિ, ખેને તેને જરાય ડર નહેતે આથી તે જ ગલમાં ચાલી ગઈ. શીલની રક્ષા માટે મહેલને છેડી જંગલમાં જતી રહી. તેનું ચિત્ત કેવું વિશુદ્ધ હશે !
બીજે દિવસે પણ મદનરેખા સતત ચાલતી જ રહી. સંધ્યા સમયે એક ઘટાદાર વૃક્ષ નીચે તેણે વિશ્રામ કર્યો. દિવસમાં તેણે ફળાહાર કર્યું હતું અને ઝરણાનું પાણી લીધું હતું. જે વૃક્ષ નીચે તેણે આરામ કર્યો તેની નજીકમાં જ એક વિશાળ સરોવર હતું. રમણીય પ્રદેશ હતે. એ નિર્જન હતું. જોકે ત્યાં જંગલી જાનવર