________________
પ્રવચન-૪
: ૨૬૯ મિથિલાનો રાજા પદ્યરથ થયે અને બીજો તારે પુત્ર થયે. રાજ પશરથને અશ્વ તેને ત્યાં જ જંગલમાં લઈ આવ્યું. ત્યાં તેણે તારા પુત્રને જે પૂર્વજન્મને રહ જાગ્રત થયે અને પિતાની સાથે તેને લઈ ગયે.”
જન્મજન્માંતરના નેહ અને વેષ વર્તમાન જીવનમાં પણ નેહ અને શ્રેષના નિમિત્ત બને છે તમને પણ કયારેક અનુભવ થયે હશે કે જેને તમે ઓળખતા નથી, જેને ચહેરો પણ તમે કદી જે નથી, જેના વિશે સારું ખરાબ કશું સંભવ્યું નથી, તેવા અજાણ્યા અને અપરિચિતને જોતાં જ તમને પ્રેમભાવ પ્રકટે છે અથવા હેડ સળગે છે! પ્રત્યક્ષ કોઈપણ કારણ ન હોવા છતાંય સહજ રીતે રાગ
વ થઈ જાય છે ત્યા પૂર્વજન્મના રાગ-દ્વેષ જ પ્રમુખ કારણ હેય છે એ જ પ્રમાણે નવા રાગ-દ્વેષને પ્રારંભ પણ આ જીવનમાં થઈ શકે છે. એક નવી ઘટના બને છે?
ત્રણ અનિચ્છનિય ઘટનાઓ અને ત્રણ સારી ઘટનાઓ બે ત્રણ દિવસમાં જ બની ગઈ! હવે એક નવી રોમાંચક ઘટના એ નદીશ્વરદ્વીપ પર બને છે. મદન રેખા અને મણિપ્રભ મહામુનિ મણિશૂડ પાસે બેઠાં છે ત્યાં જ અચાનક એક દેદિપ્યમાન વિમાન આકાશ માર્ગેથી ઉતરે છે. મદનરેખા અને મણિપ્રભ એ વિમાનને ઉતરતું જુએ છે.
એક દિવ્ય કાન્તિવાન દેવપુરુષ વિમાનમાંથી બહાર આવ્યો. તેને દેહ અનેક અલંકારોથી સુશોભિત હતે. જમીન પર તેના પગ અડતા ન હતા. ગળામાં સુગંધી પુલેની માળા હતી તેની પાછળ પાછળ વિમાનમથી અનેક દેવાંગનાઓ પણ ઉતરી. દેવાંગનાઓએ ઉતરતાં જ ગીત અને નૃત્ય શરૂ કર્યો. ગાતા અને નાચતા બધા મહામુનિ પાસે આવ્યા. મનરેખા માટે આ દશ્ય નવું જ હતું. મણિપ્રભ વિદ્યાધર હતું અને અગાઉ પણ નંદીશ્વરદ્વીપ ઉપર આવ્યો હતું. આથી તેના માટે આ દશ્ય નવું ન હતું. પવદિવસોમાં આ