________________
૨૬૪
મીઠી મીઠી છે મુનિવરની દેશના
ના. જુઠું નથી કહેતે. “પ્રજ્ઞપ્તિ દેવીને પૂછીને તને આ કહું છું. રાણી પુષ્પમાલા તારા પુત્રને પુત્ર માની પ્રેમ કરી રહી છે. હવે તું પુત્રની ચિંતા છોડી દે. મારી વિનંતી સ્વીકારી લે. હું તને મારા નગરમાં લઈ જઉં છું. ત્યાં મારા અતેપુરમાં તને શ્રેષ્ઠ સ્થાન મળશે.” આમ કહેતા કહેતા મણિપ્રભ મદરેખા પાસે અસતે ગયે. મદરેખા દૂર સરકતી રહી. તેણે વિચાર્યું કે અહીં જીદ કે પડકાર કરવાથી શીલરક્ષા નહિ થાય. કંઈક બુદ્ધિપૂર્વક રસ્તો કાઢ પડશે, ત્યાં જ તેના હૈયે એક વીજ-ઝબકાર જે વિચાર આવ્યું. તેણે કહ્યું : મનરેખાની બુદ્ધિમત્તાક
હે વીર પુરૂષ! સૌ પ્રથમ તમે મારી એક ભાવના પૂર્ણ કરે. મને નંદીશ્વરદ્વીપ લઈ જાવ. ત્યાંના શાશ્વત જિનમંદિરમાં શાશ્વત જિનપ્રતિમાઓની મારે સેવા-પૂજા કરવી છે. પહેલાં મને જિનપૂજાને
લેવડાવે. પછી તમે જેમ કહેશે તેમ કરીશ.' મણિપ્રભે મદનરેખાની વાત માની લીધી. મેદરેખાએ આથી નિરાંતને શ્વાસ લી.
શાંત અને સ્વસ્થ ચિત્તમાં જ સારા વિચાર આવે છે. રેગ્ય ઉપાય સૂઝે છે. અશાંત, અસ્વસ્થ, અધીરા ચિત્તમાં તે માણસ મુંઝાઈ જાય છે. ભયભીત બની જાય છે. કર્તવ્યમૂઢ બની જાય છે. મદનરેખાની ધીરતા અને સ્વસ્થતા અદભૂત હતી! મે તેમ કરી સમય કાઢી નાખું. બચવાને કઈને કઈ રસ્તો મળી જ આવશે. અત્યારે જે ના પાડી દઈશ તે તે આક્રમક પણ બને. પરિણામે મારે આત્મહત્યાને જ આશરે લેવું પડે.”
મદનરેખાની વાતે તમારી સમજમાં આવે છે? આફતના અવસરે પણ તે ધીરજ ખેતી નથી. અશાંત અને અસ્વસ્થ નથી બનતી. સ્વસ્થ મનથી ઉત્તમ ઉપાય શોધી કાઢે છે. તેની ગણતરી સાચી હતી. નન્દીશ્વરદ્વીપ પર મણિપ્રભ રાજાના પિતા મુનિરાજ બિરાજમાન હતા.