________________
પ્રવચન- ૧૩
ર
મણિરથ કામવાસનાથી ભડકે બળી રહ્યો છે. જો કે તે કંઈ કુંવાર નથી. તેના અંતપુરમાં તેની પિતાની રાણી છે. પરંતુ તેથી શું ? કામાતુર પુરૂષ પિતાની પત્નીમાં જ સંતોષ માનતે હેત તે રાવણના અતઃપુરમાં શું ઓછપ હતી? હજાર રાણીઓ હતી તેને, છતાય રાવણ સીતાજી પાછળ પાગલ બને. મણિરથને પણ પિતાની પત્નીમાં સંતોષ ન હતો. મદન રેખા માટે તે પાગલ બન્યો હતે. તેણે પિતાની એક વિશ્વાસ દાસી પાસે મદનરેખાને સંદેશ મોકલ્ય. દાસીએ મદન રેખાને જઈને કહ્યું: “દેવી ! મહારાજા મણિરથ તમારા રૂપના અનુરાગી બન્યા છે. તમારા માટે તેમના હૈયે ખૂબ જ પ્રેમ છે. તેમણે મને કહેવડાવ્યું છે હે ચંદ્રમુખી ! તું મારી ભાય બન. મારે પતિ રૂપે સ્વીકાર કરી અને મારી પટરાણી બન.” - દાસીને સંદેશે સાંભળીને મદન રેખાના માથે વીજળી પડી હોય તેમ એકદમ ઊભી થઈ ગઈ. ચકી ગઈ . તેનું હૈયું ભય અને વિષાદથી ભરાઈ ગયું. છતાં ય ભીતરના ભાવ પ્રકટ કર્યા વિના શાંતિ અને સ્વસ્થતાથી તેણે દાસીને કહ્યું: “મહારાજાને જઈને તું કહેજે કે હે રાજન ! સ્વપત્નીમાં તમે સતેષ માને. પરસ્ત્રીની કામના પણ માણસને દુર્ગતિમાં લઈ જાય છે, તે પરસ્ત્રીને ભગવનારની તે નરકમાં કેવી દુર્દશા થશે ? આ બાબત વિચાર. આપ તે મારા શ્વસુર તુલ્ય છે. મારા પિતાતુલ્ય છે. આપે મારા માટે આ પાપ વિચાર ન કરવો જોઈએ. મદન રેખાનું મને મંથન
દાસીના ગયા બાદ મદનરેખા ખૂબજ ઊંડા વિચારમાં પડી ગઈ. તે વિચારવા લાગી : “આ વાત યુગબાહને કરું કે ન કરૂં? આવી ગંભીરવાત તેમનાથી છુપી ન રાખવી જોઈએ. રખેને કાલે ન બનવાનું
બને તે તે શું વિચારે? ત્યારે એ મારે જ દોષ જેવાનાને કે j૦ મદનરેખાએ મારાથી આવી ગંભીર વાત છુપાવી? પણ એક વાત
તે નિશ્ચિત છે કે ભલે મારા પ્રાણ જાય પરંતુ રાજાની પ્રાર્થના તે