________________
પ્રવચન-૧૨
| ૨૧૧ સમજાવ્યું. કારણ કે લીલાવતી માટે આ મંત્રની આરાધનાને આ પ્રથમ અવસર જ હતે. તેણે વિધિને પૂરેપૂરી બરાબર સમજી લીધી. તમે પણ વિધિને બરાબર જાણે છે ને? નવકાર મંત્રનો જાપ કરે છે ને ? રોજ કેટલે જાપ કરે છે? ૧૦૮ નવકાર મંત્રનો જાપ તે કરવે જ જોઈએ. વિધિવત કરે જઈએ. - ધર્મગ્રન્થમાં કહ્યું છે કે “રોજ ૧૦૮ નવકારને જાપ કરનારને કેઈ દુષ્ટ દેવને ઉપદ્રવ થતું નથી. કેઈ ભૂત પિશાચ, વ્યંતરને ઉપદ્રવ થતું નથી. કેઈ પણ માણસ તેનું કશું જ બગાડી શકતો નથી. “જન્સ મણે નવકારે તસ્ય કિં કુણઈ સંસારે જેના હૈયે શ્રી નવકાર મંત્ર છે તેને સંસાર શું કરી શકે? અર્થાત સંસાર તેનું કશું જ બગાડી નથી શકતા.
છે આવી શ્રદ્ધા છે આ વિશ્વાસ? જન્મથી જ નવકાર મંત્ર મળી ગયે છે ને ? આથી સાચી રીતે મહામંત્રનું મૂલ્યાંકન નથી કરી શક્યા. જેમને ખૂબ ધ બાદ મળે છે, તે ભલે જૈન નથી અજૈન છે, પરંતુ પૂર્ણ શ્રદ્ધાથી તેને જાપ-ધ્યાન કરે છે તે તેમને દિવ્ય અનુભવ થાય છે. જેનેતર મંત્રવિદ્ નવકારમંત્ર બતાવે છે!
એક જૈન યુવાન છે. તેની તબીયત બગડી. બિમારીથી તે પથારીમાં પટકાય. ડોકટરને બતાવ્યું. વૈદેએ નાડી જોઈ. હકીએ તેને તપાસ્યા. પણ તેની બિમારી ઘટવાને બદલે વધતી ગઈ, કેઈએ કહ્યું: કેઈ દેવ કે પાયમાન થયે લાગે છે. કેઈ માંત્રિકને બતાવે.'
શહેરમાં એક અજૈન મંત્રવિદ હતે. નિઃસવાર્થ ભાવે તે સેવા કરતે. તેણે યુવાનને તપા. પછી તેને પૂછયું : “તું તે જૈન છે ને ? જૈન ધર્મને મહામંત્ર શ્રી નવકાર મંત્ર શું તને નથી આવહિતે? આવડે છે ને? તે જ એક હજાર વખત એ મંત્રને જાપ કર. તને એ મંત્રના પ્રભાવથી જરૂરી સારું થઈ જશે.”