________________
પ્રવચન-૧૧
: ૨૦૧ કાય કરવાનું હોય છે તેમને એવી સાનુકૂળ સાધનસામગ્રી હોય તે જ એ કાર્ય કરવાને શકિતમાન બની શકે છે. જે રાષ્ટ્રપતિ બને છે તેને રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જવું જ પડશે. તે નાની બે રૂમમાં રહીને રાષ્ટ્રપતિનું કામ નહિ કરી શકે. રાજકુળમાં જન્મ થવાથી એવી સાનુકૂળતાઓ સવાભાવિક મળી જાય છે.
બીજી વાત એ છે કે તીર્થકરને આત્મા એટલે વિરકત અને અનાસક્ત હોય છે કે રાજકુળમાં જન્મ હોવા છતાં, રાજસિંહાસન પર બેસવા છતાય તેના ઉપર તેમને કઈ રાગ નથી હિતે, તેનું અભિમાન નથી હોતું, ખૂબજ સહજતાથી, સ્વાભાવિકતાથી રાજપાટને તે ત્યાગ કરી દે છે. ભગવાન સામે જોઈને આવું ચિંતન કરે ? હજિનેશ્વર પરમાત્મા! આપ રાજસિંહાસન પર આરૂઢ છે પરંતુ રાજસત્તાને આપને કેઈ મેહ નથી. રાજ્યના વૈભવની આપને કઈ આસક્તિ નથી. ભેગસુખેમાં આપને કઈ જ રસ કે રૂચિ નથી આપ કેવા અનાસક્ત ભેગી અને હું કે આસક્ત ભેગી? મારી પાસે તે કેઈજ રાજવૈભવ નથી, કેઈ દિવ્ય સુખ નથી, છતાંય બિભત્સ સુખમાં હું કેવો આસક્ત છું? હે પ્રભો! મને આપના જે અનાસક્ત અને નિર્મોહી બનાવે ” તમારે જોઈએ છે ને અનાસક્તિ? સંસારના સુખેથી તમારું મન વિરક્ત બની જાય તેમ ઈચ્છે છે ને ? તે અવસ્થા ચિંતનના માધ્યમથી પરમાત્મા પાસે વિરક્તિ માટે પ્રાર્થના કરે! શ્રમણઅવસ્થા
ત્રીજી અવસ્થા છે, શ્રમણ અવસ્થા, રાજમહેલને છોડીને, અપાર ને અમાપ વૈભવને ફગાવીને તીર્થકરને આત્મા શ્રમણ જીવન અંગીકાર કરે છે ત્યારે દુનિયા તેમને આશ્ચર્ય અને અહંભાવથી જુએ છે. તેમને જે કાર્ય કરવાનું છે, સવજીને પરમસુખને માર્ગ બતાવ
વાને છે; એ કાર્ય માટે સર્વજ્ઞતા અને વીતરાગતા અનિવાર્ય છે. : જયાં સુધી આત્મા સર્વજ્ઞ કેવળજ્ઞાની ન બને, વીતરાગ ન બને ત્યાં સુધી વિશ્વના છને પથપ્રદર્શન નથી કરી શકાતું. આમામાં