________________
૨૦૦
મોડી મીઠી લાગે છે મુનિવરની દેશના
નિર્દોષભાવથી રમે છે. ભીતરથી સાની અને બહારથી અજ્ઞાની પણ લાગે છે! ભીતરથી સંપૂર્ણ વિરકત બહારથી માતાને પ્રેમ પણ કરતા હતા. સૌની સાથે હસતા હતા. બેલતા હતા અને રમતા હતા. માતા-પિતા તેમને પાઠશાળા લઈ ગયા છે તે પાઠશાળાએ ગય! હું બધું જાણું છું, મને શા માટે પાઠશાળા લઈ જાવ છે?—આવી કંઈ વાત ન કરી. ચાલ્યા ગયા પાઠશાળા અને બીજા બાળક સાથે બેસી ગયા !
માન-સન્માન મળવા છતાં અભિમાન ન થવું અને જ્ઞાની હોવા છતાં પણ પિતાનું જ્ઞાન પ્રદર્શિત ન કરવું એ સામાન્ય વાત નથી, એક બાળક માટે આ અસાધારણ વાત છે. દેવ-દેવેન્દ્ર તરફથી માન-સન્માન નહિ, કેઈમેટા પ્રતિષ્ઠિત જુર તરફથી માન-સન્માન નહિ. રસ્તે ચાલતા મામુલી માણ પણ નમસ્કાર કરે, સલામ ભરે તે તમને કે અનુભવ થાય છે? છાતી ફુલાઈ જાય છે ને હું પણ કંઈક છું. I am also something!” કેઈ વિષયનું ગહનગંભીર જ્ઞાન નથી, સામાન્ય શાન જ છે તે પણ પ્રદર્શન કરવાની ઈચ્છા જાગે છે ને? હું જ્ઞાની છું, મને શીખવવાની જરૂરત નથી—એમ બેલી ઉઠો ને?
પરમાત્માના પૂજનમાં અવસ્થા ચિંતન કરવું ઘણું જ જરૂરી છે. પરમાત્માના જીવનના સહ-જીવનના વિચારમાં પડીક ક્ષણે છવાઈ જજે !
રાજ્યાવસ્થા
બીજી અવસ્થા છે. રાજ્યવસ્થા. તીર્થકર થનાર જે આત્મ હોય છે તે રાજકુળમા જ જન્મે છે. ઉત્તમ આત્માનું રાજકુળમાં જનમવું ભાવિક છે તેને આ વિશ્વમાં આવીને મહાનતમ કાચ કરવાનું છે. વિશ્વના માણસને, પશુઓને, દેને પરમસુખ અને પરમશાંતિને માર્ગ બતાવવને છે. જે કોઈને વિશિષ્ટ અને અસાધારણ