________________
પાણી મીઠી લાગે છે મુનિવર્સી દેશના
બાલ્યાવસ્થા
પરમાત્માની બાલ્ય અવસ્થાનું ચિંતન પરમાત્માન સામે કરવાનું છે. આપણી બાઅવસ્થા અને પરમની બાલ્યાવસ્થામાં ઘણું અંતર છે. તમે જાણે છે કે પરમાત્મા તીર્થંકરદેવ માતાની કૂખમાં ત્રણ જ્ઞાનવાળા હોય છે તેમને મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. હા- માતાજા ઉદરમાં અવધિજ્ઞાન હોય છે અર્થાત. જન્મ પણ ત્રણ શાન સહિત હોય છે. તેમની બાલ્યાવસ્થા જ્ઞાનપૂર્ણ હોય છે. તેમને આત્મા અવધિજ્ઞાની હોય છે. અવધિજ્ઞાન' કેને કહે છે. એ તે જાણે છે ને?
સભામાંથી ધર્મની વાતમાં તે અમે કશું જ જાણતા
નથી.
મહારાજશ્રી : આથી જ હું કહું છું કે રાતના સમયે તત્વજ્ઞાનને એક વર્ગ શરૂ કરે ! આવા તત્વજ્ઞાનની વાત એ વર્ગમાં કરાય તે જૈન પરિભાષાનું તમને સારું એવું સાન થશે. અત્યારે પ્રવચનમાં આવનારા કેટલાકને તત્તવજ્ઞાનમાં રસ નથી પડત! તવજ્ઞાનની વાત આવે છે તે તેમને તે નિરસ લાગે છે. ભલે ખૂબ ઉંડાણમાં ન ઉતરે, પરંતુ ડું ઉપર ઉપરનું તત્ત્વજ્ઞાન તે અવશ્ય જાણી જ લેવું જોઈએ. આપણા જૈનધર્મની વાતને થોડી પણ સમજવા માટે તત્વજ્ઞાન જાણવું અનિવાર્ય છે.
પરમાત્માની બાલ્યાવસ્થાનું ચિંતન કરશે તે અવધિજ્ઞાનને વિચાર કરવો આવશ્યક બની જશે. અવધિજ્ઞાન શું છે? કેવી રીતે થાય છે? વગેરે વાતે સમજી લેવી જરૂરી છે. દૂર-સુદૂરના રૂપી જડચેતન પદાર્થોને અવધિજ્ઞાન જાણી લે છે, જોઈ લે છે. ઈન્દ્રિયેની. સહાયતા વિના તે આ બધું જાણું લે છે. બીજાના વિચારને પણ જાણી શકે છે. તેને તે અવધિજ્ઞાન હોય જ છે. માણસોને પણ આ જ્ઞાન થઈ શકે છે,