________________
૧૯૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જીવન અને આત્મા :
માનવજીવનની સફળતાને આધાર છે ધર્મ પુરુષાર્થ ! અર્થપુરુષાર્થ અને કામ પુરુષાર્થમાં જ જે જીવન પુરૂં કર્યું તે એ ઘણી ગંભીર ભૂલ બની રહેશે. જન્મજન્મ તેની સજા ભોગવવી પડશે. ગંભીરતાથી વિચારે, અર્થ અને કામ ધનસંપત્તિ અને ભેગવિલાસ ક્ષણિક છે. વિનાશી છે, દુખદાયી છે. તેની પાછળ પાગલ ન બનો. મન, વચન અને કાયાની શક્તિને વિનાશી અને ભ્રામક સુખ પાછળ ખર્ચી ન નાંખે. જે શાશ્વત છે, અવિનાશી છે, તેને પામવા ભવ્ય પુરુષાર્થ કરી લે. જીવનથી પણ વધુ આત્મા સાથે પ્યાર કરે. આત્માની શુદ્ધિ અને ઉન્નતિ માટે જીવન દુઃખમાં જીવવું પડે તે
જીવી લે. જીવનને સુખપૂર્વક જીવવા માટે આત્માનું અહિત ન કરે. જીવન ચંચળ છે. આત્મા નિશ્ચળ છે. જીવન અસ્થિર છે, આત્મા સ્થિર છે. જીવનને આત્માની ઉન્નતિનું સાધન બનાવે. જીવન સાધ્ય નથી, સાધન છે.
પરમાત્માના સ્મરણ, દર્શન અને સ્તવન કરવાથી પરમાત્માના સ્પર્શની અભિલાષા આપોઆપ જાગે છે. જેનું વારંવાર સ્મરણ થાય, જેના દર્શન વિના ચેન ન પડે અને જેનું ગીત સતત હૈઠ પર ગૂંજતું રહે તેના સ્પર્શ માટે હૈયું બાવરું બની જ રહેવાનું. પરમાત્મપૂજન કેવી રીતે કરે છે?
તમારામાંથી ઘણાં ભાઈ-બહેન રોજ પરમાત્માની પૂજા કરતા હશે. તમને પૂછું છું કે તમે કેવી રીતે પરમાત્માની પૂજા કરે છે? જે પ્રમાણે મૈત્યવંદન ભાષ્ય ગ્રન્થમાં પરમાત્માની પૂજાની વિધિ બતાવી છે તે પ્રમાણે પૂજા કરે છે કે ગતાનુગતિક?
સભામાંથી અમે મૈત્યવંદન ભાષ્ય ભણ્યા નથી. અમને ભણાવાયું નથી. અમે તે ગતાનુગતિક દેખાદેખીથી પૂજા કરીએ છીએ.
મહારાજશ્રી : જે ધર્મક્રિયા તમે કરે છે તે ધર્મક્રિયાના