________________
પ્રવચન–૧૧
: ૧૮૫
બન્યા છે કદી ? નિરવ શાંતિ હોય, મંદિરમાં કશું જ કૈલાહલ ન હાય, ચેતરફ પવિત્રતા અને પ્રસન્નતા પથરાયેલી હેય, ધૂપની સુગંધ અને દીપની તિથી વાતાવરણ આહૂલાદિત હોય એવા સ્થાનમાં દર્શન અને સ્તવનમાં કદી ભાવવિભેર બન્યા છે? એવી અવસ્થા માં કદી સ્વભાન-દેહભાન ભૂલ્યા છે કયારેય? પણ તમે આવા નિરવ તીર્થ સ્થાનમાં જવાનું પસંદ કરે છે ખરા? તીર્થસ્થાનમાં જવાનો તમારો હેતુ પરમાત્મદર્શન અને પરમાત્મપૂજન હોય છે ખરો? ના, હવે તે તમે તીર્થસ્થાનમાં “પિકનીક કરવાના હેતુથી જાન છે! ત્યાં પણ ત્રિભોજન કરે છે, અભક્ષ્ય ખાઓ છે, ત્યાં પણ ખરાબ વ્યસને સેવવાનું છોડતા નથી, એવા ય ઘણાં બંદાઓ છે કે જેઓ તીર્થધામોમાં જાય છે પણ ત્યા મંદિરમાં જતા નથી. સુખસગવડ અને સુવિધાઓથી સભર ધર્મશાળાની રૂમમાં બેસીને જુગાર રમે છે! રેડિએ સાંભળે છે ! ગામગપાટા હકે છે. અને દુરાચાર સેવે છે. ધર્મશાળાઓને પાપશાળા ન બનાવો ?
તીર્થધામની ધર્મશાળાઓને તમે લોકેએ શું આજ પાપશાળાઓ નથી બનાવી દીધી? કેટલું અર્થપૂર્ણ નામ છે, ધર્મશાળા ! ધમની આરાધના કરવા માટે દાનવીરે ધર્મશાળાઓ બનાવે છે. તેને ઉપગ શું પાપાચાર સેવવામાં કરવાને ? શું આ દાનવીરે સાથે દ્રોહ નથી? આપણા તીર્થોમાં પણ હવે લાચ રૂશવત વધી ગઈ છે. આજને માણસ જ કરપ્ટેડ–ભ્રષ્ટ બની ગયા છે!
તમને સૌને મારો આગ્રહભર્યો અનુરોધ છે કે તીર્થધામનો તમે સદુપયોગ કરે. તીર્થધામે માના ભવ્ય જિનમંદિરમાં જઈને અપૂર્વ ચિત્તશાંતિ મેળવે, જિનમંદિરમાં બિરાજિત નયનરમ્ય ભવ્ય જિન-પ્રતિભાઓનું આલંબન લઈને પરમાત્મા સાથે આંતરસંબંધ બાંધે.