________________
પ્રવચન-૧૧
: ૧૯૭ વિષયમાં તમારે યથાર્થ જ્ઞાન મેળવવું જ જોઈએ અને શાસ્ત્રીય માર્ગદર્શન લેવું જ જોઈએ. ગતાનુગતિક દેખાદેખીથી ધમનુષ્ઠાન કરવાથી અનેક દેષ, અનેક અવિધિ પ્રવેશી જાય છે. અને આગળ જતાં અવિધિ વિધિ બની જાય છે. “મારા દાદા આ પ્રકારે પૂજા કરતા હતા. મારા પિતા આ પ્રમાણે પૂજા કરતા હતા, શું તેઓ અવિધિથી પૂજા કરતા હતા? તમારા દાદા, પિતા વગેરે અવિધિ નહતા કરતા શુ? શું તેઓ સર્વજ્ઞ હતા ? વીતરાગ હતા? કે બુદ્ધિહીન તક કરે છે? “અમારા દાદા આમ કરતા હતા
પરમાત્માની અંગપૂજા, અચપૂજા ભાવપૂજાને ક્રમ સમજે. અંગપૂજા પછી અચપૂજા અને અગ્રપૂજા પછી ભાવપૂજા કરાય છે. પ્રતિમાજી ઉપર જે જળ, ચંદન, પુષ્પ આદિ ચઢાવાય છે તે અંગપૂજા છે. ભગવાનની આગળ અક્ષિત, ફળ, નૈવેદ્ય આદિ ધરવામાં આવે છે તે અર્થપૂજા છે અને ચીત્યવંદન કરાય છે તે છે ભાવપૂજા. પૂજામાંથી અવસ્થાચિંતન ભૂલાઈ ગયું છે:
- આ પૂજનવિધિમાં એક મહત્વપૂર્ણ પુજન છે, “અવસ્થા ચિંતનનું, અપૂજા કર્યા બાદ અને ભાવપૂજાના પહેલાં પરમાત્મા જિનેશ્વર દેવની ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનું હોય છે, કર્યું છે કયારે? કરે પણ કેવી રીતે? તમને કદાચ ખબર જ નહિ હોય કે “અવસ્થાચિંતન' શું છે અને કેવી રીતે કરાય છે. પરમાત્માની પૂજાની વિધિમાથી અવસ્થાચિંતન જાણે નીકળી ગયું છે! અવસ્થાચિંતન અત્યંત મહત્વપૂર્ણ ભાવક્રિયા છે. જે જિનેશ્વર પરમાત્માની વિભિન્ન ઉત્તમ દ્રવ્યથી અંગપૂજા અને અગ્રપૂજા કરી, એ પરમાત્મા સામે ઉભા રહીને અથવા બેસીને પરમાત્માની અવસ્થાઓનું ચિંતન કરતા અપૂર્વ આનંદ મળે છે. આ ત્રણ અવસ્થા છે, ૧ છાસ્થ અવસ્થા, ૨ કેવલ્ય અવસ્થા, ૩ રૂપાતીત અવસ્થા. જન્મથી માડીને કૈવલ્યજ્ઞાન પૂર્વે છઘથતા હોય છે. છઘસ્થતામાં ત્રણ પણ અવસ્થાએ હાય છે : બાલ્યાવસ્થા, રાજયાવસ્થા અને શ્રમણઅવસ્થા.