________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ત્યારે મનેમાં શું થાય છે? ઉત્સાહ કે ખેદ? ધર્મપ્રવૃત્તિ કેઈપણ હેય, તેમાં સુખના ત્યાગની જ વાત મુખ્ય રહેશે. તમારું મન ભય દેવ અને ખેદથી મુક્ત હશે તે જ ધર્મારાધના કરવામાં તમને આનંદ આવશે.
કેઈપણ ધર્મારાધનામાં તમારું ચિત સ્થિર રહે છે? કેમ સ્થિર નથી રહેતું ? મનમાં ભય છે. ભય જ મનને ચંચળ અને અસ્થિર બનાવે છે. જયાં સુધી તમારું મન ભયથી ઘેરાયેલું છે ત્યાં સુધી થિરતાની કઈ જ આશા નથી. ભયના કારણે પરમાત્માના નામની માળા પણ સ્થિરતાથી નહિ ફેરવી શકે.
સભામાંથી ? એવું જ બને છે ! હાથ માળા ફેરવે છે અને મન વિષયમાં ફરતું રહે છે.
મહારાજશ્રી જ્યાં સુધી અભય નહિ બને ત્યાં સુધી આવી બેહાલી રહેવાની જ જ્યાં સુધી વિષયની પૃહા હશે ત્યાં સુધી ભય હૈયે અહો જમાવીને રહેવાને ! ભયથી ચંચળતા અને ચંચળતાથી ધર્મારાધનામાં વિક્ષેપ ! આથી જ કહું છું કે દષ્ટિમાં આમૂલ પરિવર્તન કરે. વૈષયિક દૃષ્ટિને બદલી નાખો. આત્મદષ્ટિ ઉઘાડો. આત્મદષ્ટિવાળો માણસ જ આત્મશકિત મેળવે છે. આ આત્મશકિત જ માણસને અભય બનાવે છે ! માંડવગઢના મહામંત્રી પેથડશાનું વ્યક્તિત્વ તમને એટલા માટે જ બતાવી રહ્યો છું. એક એવા એતિહાસિક મહાપુરુષ થઈ ગયા કે તેમના ઉચ્ચતમ વ્યકિત મને ઘણું જ પ્રભાવિત કર્યો છે. તેમનું આંતરિક વ્યકિતત્વ ઘણું જ અદ્દભુત હતું. મહામંત્રી જેવા ઊંચા હોદ્દા પર હેવા છતાંય તેમને સત્તાને મેહ ન હતા. સત્તાને મદ ન હતું. સુવર્ણસિદ્ધિ હવા છતાં સંપત્તિને ઘમંડ ન હતો. તેની કોઈ આસક્તિ ન હતી. સુંદર અને નિરોગી દેહ હોવા છતાંય વિષયવાસના ન હતી. યૌવનને ઉન્માદ ન હતું. વિલક્ષણ પ્રતિભાવાન રાજપુરુષ હોવા છતાંય રાજ્ય અને રાજા પ્રત્યે પૂર્ણ નિષ્ઠાવાન હતા. રૂપાળી અને પ્રેમાળા થની હવા છતાંય બ્રહ્મચર્યના ઉપાસક હતા! આવું વ્યક્તિ