________________
પ્રવચન-૧૧
: ૧૮૫ તે તે છે માત્ર સ્વાર્થસિદ્ધિનું એક સાધન ! એક ઉપાય! “પરમાત્માનું આટલીવાર નામ લેવાથી ..આટલીવાર સ્મરણ કરવાથી અમુક કાર્ય સિદ્ધિ થાય છે – આવા ગણિતથી તમે લાખે-કડેવાર પરમાત્માનું સ્મરણ કરે, એ સ્મરણ સાથે મારે કઈ સંબંધ નથી. જેને પરમાત્મા માટે પ્રેમ નથી, પ્રીત નથી, પ્યાર નથી, તેનું પરમાત્મ-મરણ પ્રેમીજન્ય નહિ પણ સ્વાર્થજન્ય હોય છે. પરમાત્મા માટે પ્રેમ હોય તે તેને મળવા દિલ આતુર બની જાય. તેના દર્શન અને મિલન માટે હૈયું જળ વિનાની માછલીની જેમ દિવસ રાત તડતું રહે. મિલન-દર્શન થતાં ન હાયપળેપળ તેના સ્મરણમાં જાય. પરમાત્માની યાદ એટલી તીવ્ર બને કે તેનાં દર્શન માટે આ ધાર રડી પડે. અસ્તિત્વ આખું ય આકુળ-વ્યાકુળ બની જાય. સભામાંથી આવું તે કયારેય નથી થયું !
મહારાજશ્રી કેવી રીતે થાય? એવું તે પરમાત્માના પ્રેમમાં જીવનારના જીવનમાં જ થાય, તમે છે પરમાત્મપ્રેમી છો પરમા. ત્માને પ્રેમમાં પરમાત્માની વાત ઘડીક જવા દે. બીજા કેઈનાય પ્રેમમાં પણ છે? કેના સાચા પ્રેમી છે? છે માત્ર ઇમીટેશન પ્રેમ! માત્ર નકલી પ્રેમ! આવા પ્રેમમા, નકલી પ્રેમમાં, બનાવટી પ્રેમમાં માત્ર દેખાડવાના પ્રેમમાં પ્રિયતમને પ્રેમીજનને વિરહ વ્યાકુળ નથી કરતા. વિરહ વ્યાકુળ ન બનાવે તે મરણ થાય નહિ. કયારેક ભૂલથી યાદ આવી જાય તે એક વાત છે અને સહજ સ્મરણ થતું રહેવું તે બીજી વાત છે. સ્મરણમાં દર્શનને તરફડાટ હોય છે.
આપણને સદેહી પરમાત્માને વિરહ છે. અત્યારે તેમનાં દર્શન સંભવિત નથી ત્યારે તેમની આકૃતિનાં–તેમની તસવીરનાં–તેમની પ્રતિમાનાં દર્શન કરીને આત્મા તૃપ્ત બને છે. પ્રેમ તત્વને સમજનાર* મૂર્તિપૂજાનું રહસ્ય સમજી શકશે. પરમાત્મપ્રેમી પરમાત્માનું ત્રિકાળ દર્શન ન કરે તે તેના જીવને જરાય ચેન ન પડે. આથી જપરમા." ભાના ત્રિકાળ દર્શનની વિધિ બતાવાયી છે. વિધિ બતાવી છે માટે